News of Friday, 4th July 2025
કોંગ્રેસ પાર્ટી બિહારમાં 5 લાખ મહિલાઓને સેનેટરી પેડનું વિતરણ કરશે: કવર પર રાહુલ ગાંધીની તસવીરથી વિવાદ
ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કહ્યું કે, સેનેટરી પેડ પર રાહુલ ગાંધીની તસવીર બિહારની મહિલાઓનું અપમાન છે

પટનાઃ બિહારમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાશે. જેને લઈ દરેક પક્ષોએ અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. બિહાર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રાજેશ કુમારે રાજ્યની વર્તમાન સરકાર પર પ્રહાર કર્યા અને પાર્ટીના અન્ય કાર્યક્રમોને લઈને આગામી રણનીતિ પર ચર્ચા કરી હતી. તેમણે જાહેરાત કરી કે કોંગ્રેસ પાર્ટી રાજ્યમાં 5 લાખ મહિલાઓને સેનેટરી પેડનું વિતરણ કરશે. આ સેનેટરી પેડના કવર પર રાહુલ ગાંધીની તસવીર હતી. સેનેટરી પેડના પેકેટ પર લખેલું છે- માઈ-બહેન માન યોજના. અખિલ ભારતીય મહિલા કોંગ્રેસ. જરૂરિયાતમંદ મહિલાઓને સન્માન રાશિ - 2500 રૂપિયા મહિનો.
રાજેશ કુમારે આગળ કહ્યું કે, બિહારના પરિપ્રેક્ષ્યમાં અમે મહિલાઓ માટે વિશેષ તૈયારી કરી છે. રાજ્યની મહિલાઓને સેનેટરી પેડ આપવામાં આવશે. આ સેનેટરી પેડ દરેક મહિલા સુધી પહોંચાડવામાં આવશે. આ માટે અમે અભિયાન ચલાવવા જઈ રહ્યા છીએ.
જોકે, ભાજપે સેનેટરી પેડ પર રાહુલ ગાંધીના ફોટો પર વાંધો ઉઠાવ્યો હતો. ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કહ્યું કે, સેનેટરી પેડ પર રાહુલ ગાંધીની તસવીર બિહારની મહિલાઓનું અપમાન છે. કોંગ્રેસ એક મહિલા વિરોધી પાર્ટી છે. બિહારની મહિલાઓ કોંગ્રેસ, આરજેડીને પાઠ ભણાવશે.
(11:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
