News of Saturday, 5th July 2025
પ્રાઈવેટ પાર્ટમાં ઈન્ફેક્શન થતાં હોસ્પિટલે ગયો યુવકઃ ડોક્ટરે કહ્યા વિના ગુપ્તાંગ કાપી નાખ્યું
ડોક્ટર લાપતાઃ સીએમ સુધી પહોંચ્યો મામલો

સિલચર,તા.૦૫: આસામના સિલચરમાં એક ડોક્ટરે કથિત રીતે બાયોપ્સીના નામ પર ૨૮ વર્ષના છોકરાનો -ાઈવેટ પાર્ટ કાપી નાખ્યો. પીડિતનું નામ અતીકુર રહેમાન હોવાનું કહેવાય છે. તેના -ાઈવેટ પાર્ટમાં ઈન્ફેક્શન થઈ ગયું હતું, જેની સારવાર માટે તે આરોપી ડોક્ટર ઈડન સિન્હા પાસે ગયો હતો. તેમણે ઈડન વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. સાથે જ રાજ્યના મુખ્યમંત્રી હેમંત બિશ્વાને પણ એક્શન લેવાની માગ કરી છે.
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, આ ઘટના સિલચરના ગુંગુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારની છે. અહીંની પ્રાઈવેટ હોસ્પિટલમાં મણીપુરનો અતીકુર પોતાની સારવાર કરાવવા માટે ગયો હતો. તપાસ બાદ આરોપી ડો.ઈડન સિન્હાએ તેને બાયોપ્સી ટેસ્ટ કરવા માટે કહ્યું હતું.
અતીકુરે ફરિયાદમાં જણાવ્યું છે કે, બાયોપ્સીના નામ પર તેને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યો, જ્યાં આરોપી ડોક્ટરે તેની મંજૂરી વિના પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યું. ઓપરેશન બાદ અતીકુરને ખબર પડી નહીં, પણ ડ્રેસિંગ હટાવ્યા બાદ તે ચોંકી ગયો.
અતીકુરે આરોપ લગાવ્યો કે તેણે આરોપી ડોક્ટરને મળવાની કોશિશ કરી, પણ હોસ્પિટલના સ્ટાફે તેમને મળતા રોકયા. ત્યાર બાદ તેમણે ગંગુર પોલીસ સ્ટેશનમાં ડોક્ટર ઈડન સિન્હા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.
એક અન્ય રિપોર્ટમાં જણાવ્યા અનુસાર અતીકુરે જણાવ્યું કે, હવે હું નિઃસહાય અનુભવી રહ્યો છું અને મને ખબર નથી પડતી કે મારે શું કરવું જોઈએ. મારી જિંદગી ખતમ થઈ ગઈ. (૪૦.૧૦)
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
