<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

વરરાજાની કાર પર દીવાલ સાથે ટકરાઈઃ વર સહિત પના મોત

લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ

 

સંભલ,તા.૦૫: યુપીના સંભલ સ્‍થિત ચંદૌસીના જુનાવઈ પોલીસ સ્‍ટેશન હદ વિસ્‍તારના મેરઠ-બદાયૂ હાઈવે પર ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં વરરાજાની કાર કાબુમાં ન રહેતા ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં કાર હાઇવે પરની એક ઇન્‍ટર કોલેજની દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ દુર્ઘટનામાં હરગોવિંદપુર ગામના રહેવાસી વરરાજા સૂરજ (ઉં.વ.૨૦) સહિત પાંચ લોકોના મોત નીપજ્‍યા હતા.  યુપીના હરગોવિંદપુર ગામના રહેવાસી સુખરામે તેના પુત્ર સૂરજના લગ્ન સિરસૌલ ગામના રહેવાસી રાજુની પુત્રી અંશુ સાથે નક્કી કર્યા હતા.

શુક્રવારે સાંજે જાન સિરસૌલ ગામ જઈ રહી હતી. જેમાં જાનૈયાઓની ૧૧ ગાડીઓ પહેલાથી સિરસૌલ જવા માટે  રવાના થઈ ગઈ હતી. આ સાથે એક બોલેરો કાર પણ પાછળ આવી રહી હતી. જેમાં વરરાજા સૂરજ લાલ સિંહની પત્‍ની આશા, પુત્રી હિમાંશી (ઉં.વ.૩), ટીટુ સિંહનો પુત્ર દેવા ઉર્ફે સચિન અને સચિનનો બે વર્ષનો પુત્ર બેઠા હતા જેમના મોત થયા છે.(૪૦.૬)

(10:03 AM IST)