News of Saturday, 5th July 2025
શુભમ શુક્લાએ ૧૧૩ વખત પૃથ્વીની પ્રદક્ષિણા પૂરી કરી
શુભમ શુક્લાએ પોતાના ગુરુ રાકેશ શર્માનો રેકોર્ડ તોડયો : ચાર અવકાશ યાત્રીઓએ કેરીનો રસ, ગાજરનો હલવો અને મગની દાળનો શીરો માણ્યો

નવી દિલ્હી,તા.૦૫: અવકાશ યાત્રી શુભમ શુક્લા અને સાથી અવકાશ યાત્રીઓએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર કેરીનો રસ, ગાજરનો હલવો અને મગની દાળનો સીરાનો સ્વાદ માણ્યો હતો. શુભમે પોતાના સાથીઓને ભારતીય વ્યંજનોનો આસ્વાદ કરાવ્યો હતો અને તેમની વાનગીઓ શુભમે માણી હતી. ૨૬ જૂને એક્સિઓમ-૪ મિશન અંતર્ગત શુભમ સહિત ચાર અવકાશ યાત્રીએ સાહસ યાત્રા શરૂ કરી હતી. ૩ જુલાઈ સુધીમાં તેમણે ૧૧૩ વખત પળથ્વીની -દક્ષિણા પૂરી કરી હતી. એકંદરે ૪.૬૬ મિલિયન કિમીનું અંતર તેમણે પૂરું કર્યું છે. અન્ય રીતે જોઈએ તો પળથ્વી અને ચંદ્ર વચ્ચેના અંતરની ૧૨ ગણી મુસાફરી તેમણે કરી છે.
એક અઠવાડિયા બાદ શુભમને રજાનો દિવસ મળ્યો હતો. જેમાં તેમણે પળથ્વી પર પોતાના પરિવાર અને મિત્રોનો સંપર્ક કર્યો હતો. ‘‘હેમ'' રેડિયો કનેક્શન પર બેંગુલુર ખાતે યુઆરએસસીના વિજ્ઞાનીએ સાથે શુભમે કોલ સાઈન ‘શુક્શ' હેઠળ વાત કરી હતી.
ગુરુવારે શુભમ શુક્લાએ પોતાના ગુરુ રાકેશ શર્માનો રેકોર્ડ તોડ્યો હતો અને સૌથી વધુ સમય અંતરિક્ષમાં રહેનાર ભારતીય તરીકે સિદ્ધિ હાસલ કરી હતી. રાકેશ શર્માએ સોવિયેત અવકાશ યાત્રી સાથે ૧૯૮૪ના વર્ષમાં અંતરિક્ષમાં ૭ દિવસ ૨૧ કલાક વિતાવ્યા હતા. ગુરુવારે શુભમે ૯ દિવસનો રેકોરાડ બનાવ્યો હતો.(૪૦.૫)
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
