<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

કોલ્‍હાપુરી ચપ્‍પલનો ‘અનધિકૃત ઉપયોગ': ઈટાલિયન ફેશન હાઉસ સામે પીઆઇએલ

ભારતીય કારીગરોની, ડિઝાઈનની નકલ કરવાના આરોપસર તેમને વળતર ચુકવવાની માગણી

 

મુંબઈ,તા.૦૫: કોલ્‍હાપુરી ચપ્‍પલના કથિત અનધિકળત ઉપયોગ બદલ ઇટાલિયન ફેશન હાઉસ પ્રાડા વિરુદ્ધ બોમ્‍બે હાઇ કોર્ટમાં એક પીઆઇએલ દાખલ કરવામાં આવી છે અને ભારતીય કારીગરોની ડિઝાઈનની નકલ કરવાના આરોપસર તેમને વળતર ચુકવવાની માગણી કરવામાં આવી છે.

પ્રાડાએ તેના સ્‍પિં્રગ/સમર કલેક્‍શનમાં ફેશનેબલ ‘ટો-રિંગ' સેન્‍ડલ' દર્શાવ્‍યા હતા. આ સેન્‍ડલ અને કોલ્‍હાપુરી ચપ્‍પલમાં ઘણું સામ્‍ય છે એવી રજૂઆત અરજીમાં કરવામાં આવી છે. આ સેન્‍ડલની કિંમત પ્રતિ જોડી ૧ લાખ રૂપિયા છે.

પુણે સ્‍થિત છ વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્‍યું છે કે ‘કોલ્‍હાપુરી ચપ્‍પલ મહારાષ્‍ટ્રનું સાંસ્‍કળતિક પ્રતીક છે.' આ અરજી પ્રાડા ગ્રુપ અને મહારાષ્‍ટ્ર સરકારના વિવિધ અધિકારીઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે.

અરજીમાં એવી રજૂઆત પણ કરવામાં આવી છે કે કોલ્‍હાપુરી ચપ્‍પલ પહેલેથી જિઓગ્રાફિકલ ઈન્‍ડિકેશન્‍સ ઓફ ગુડ્‍સ એક્‍ટ હેઠળ સુરક્ષિત છે.(૪૦.૩)

(10:01 AM IST)