<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

જો મહિલાની કોઈ આવક ન હોય તો સસરા અને દિયર પાસેથી ભરણપોષણ મેળવવા માટે હકદાર છે

ઝારખંડ હાઈકોર્ટે વિધવાના પક્ષમાં ચુકાદો આપ્‍યો : વિધવા મહિલાએ તેના સાસરિયાઓ પર આરોપ લગાવ્‍યો હતો કે તેના પતિના મળત્‍યુ પછી તેને સાસરિયાના ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. તેણીને પતિની મિલકતમાં પણ કોઈ હિસ્‍સો આપવામાં આવ્‍યો નથી. આ પછી હાઈકોર્ટે સાસરિયાઓને ભરણપોષણ ભથ્‍થું ચૂકવવાનો આદેશ આપ્‍યો

 

 

રાંચી તા.૫:  એક મહત્‍વપૂર્ણ નિર્ણયમા ઝારખંડ હાઈકોર્ટે કહ્યું છે કે જો વિધવા પુત્રવધૂ અને તેના સગીર બાળકો પોતાનું ભરણપોષણ કરવામાં અસમર્થ હોય અને સાસરિયાઓ પાસે સંયુક્‍ત મિલકત હોય, તો તે ભરણપોષણ કાયદા હેઠળ તેના સસરા અને દિયર તરફથી ભરણપોષણ ભથ્‍થું મેળવવા માટે પણ હકદાર છે. ન્‍યાયાધીશ સુજીત નારાયણ પ્રસાદ અને ન્‍યાયાધીશ રાજેશ કુમારની બેન્‍ચે સસરાની અપીલ ફગાવી દેતા આ આદેશ આપ્‍યો હતો.

પુત્રવધૂની અરજી પર, ફેમિલી કોર્ટે સાસરિયાઓને ૩૦૦૦ પ્રતિ માસ ભરણપોષણ ભથ્‍થું અને રૂ. બે સગીર બાળકો માટે રૂા.૧૦૦૦ ચૂકવવા આદતો આપેલે. જેને સસરાએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે ફેમિલી કોર્ટના નિર્ણયને માન્‍ય રાખ્‍યો કે વિધવા મહિલા તેના બાળકો સાથે તેના માતાપિતાના ઘરે રહે છે અને તેની પાસે કોઈ આવક નથી. તેના પતિની મિલકતનું કોઈ વિભાજન થયું નથી. મહિલાના માતાપિતાના ઘરે કોઈ આવક નથી. તેથી, તેણી તેના સાસરિયાઓ તરફથી ભરણપોષણ ભથ્‍થું મેળવવા માટે હકદાર છે.

વિધવા મહિલાએ તેના સગીર પુત્ર અને પુત્રી સાથે મળીને આરોપ લગાવ્‍યો હતો કે જાન્‍યુઆરી ૨૦૨૨ માં તેના પતિના મળત્‍યુ પછી તેને સાસરિયાના ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. તેણીને તેના પતિની મિલકત અને આવકથી વંચિત રાખવામાં આવી હતી. સાસરિયાઓ તરફથી કોઈ આર્થિક સહાય આપવામાં આવી ન હતી.(૩૮.૮)

(10:12 AM IST)