News of Saturday, 5th July 2025
મદરેસાની વિદ્યાર્થિની પર બળાત્કારઃ બળજબરીથી ગર્ભપાત
મેરઠમાં મૌલાના પર મદરેસાની વિદ્યાર્થીની પર બળાત્કાર કરવાનો આરોપઃ ધરપકડ : મૌલવીએ ૨૨ વર્ષીય પીડિતા પર માત્ર બળાત્કાર જ નહીં, પરંતુ જ્યારે તેણે વિરોધ કર્યો ત્યારે ઢોર માર માર્યો

મેરઠ તા.૫: યુપીના મેરઠમાં એક મૌલાના પર મદરેસાની વિદ્યાર્થીની પર બળાત્કાર કરવાનો આરોપ છે. તે બિહારથી આ મદરેસામાં અભ્યાસ કરવા આવી હતી. મૌલવીએ ૨૨ વર્ષીય પીડિતા પર માત્ર બળાત્કાર જ નહીં, પરંતુ જ્યારે તેણે વિરોધ કર્યો ત્યારે વિદ્યાર્થીની માર પણ માર્યો. પીડિતાની ફરિયાદ પર આરોપી મૌલાનાની ધરપકડ કરી છે. ઘટનામાં આરોપી મૌલાનાની પત્નીએ તેને સાથ આપ્યો હતો. કિસ્સો મેરઠના લોહિયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક મદરેસા સાથે જોડાયેલો છે. અહીં બિહારની એક છોકરીએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે એક મૌલાના ૩ વર્ષથી તેના પર બળાત્કાર કરી રહ્યો છે. મૌલાનાની પત્નીએ પણ આ દુષ્ટ કળત્યમાં તેને સાથ આપ્યો હતો.
યુવતીનો આરોપ છે કે તેને મદરેસામાં બંધક બનાવીને રાખવામાં આવી હતી અને બળાત્કાર બાદ જ્યારે તે ગર્ભવતી થઈ ત્યારે તેને ગર્ભપાત કરાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.(૩૮.૬)
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
