News of Saturday, 5th July 2025
એકનાથ શિંદે જય ગુજરાત બોલ્યા અને ભડકો થઈ ગયો
જય હિન્દ અને જય મહારાષ્ટ્ર બોલ્યા પછી ધ્યાનમાં આવ્યું કે પુણેના કાર્યક્રમના આયોજકો ગુજરાતી છે એટલે છેલ્લે જય ગુજરાત પણ બોલ્યા એમાં રાજકીય વિવાદ થઈ ગયો

પુણે તા.૫: પુણેના કોંઢવામાં ગઈ કાલે પુણે ગુજરાતી બંધુ સમાજ ભવન અને જયરાજ સ્પોર્ટ્સ ઍન્ડ કન્વેન્શન સેન્ટરના ઉદ્ધાટન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રના ગળહપ્રધાન અમિત શાહ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેએ અમિત શાહની કાર્યશૈલીનાં વખાણ તો કર્યાં જ હતાં; પણ જતાં-જતાં છેલ્લે જય હિન્દ, જય મહારાષ્ટ્ર અને જય ગુજરાત પણ બોલતાં અનેક લોકોનાં ભવાં ઊંચકાયાં હતાં અને વિરોધીઓ તો જાણે તૂટી પડ્યા હતા.
એકનાથ શિંદેએ ૨૦૨૨માં તેઓ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બન્યા ત્યારની વાત યાદ કરતાં કહ્યું હતું કે ‘અમિતભાઇ શાહની રણનીતિ અને નેતળત્વને કારણે એ અશકય ઘટના શકય બની શકી. તેમણે પડકારને તકમાં ફેરવી નાખ્યો. તેમની કાર્યક્ષમતાનો મેં જાત અનુભવ લીધો છે. એ વખતે રાજ્યમાં સામાન્ય માણસની સરકાર લાવવી જરૂરી હતી અને એની ગરજ પણ હતી. એ વખતે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું માર્ગદર્શન તો હતું જ, પણ અમિતભાઇ મારી પાછળ પર્વતની જેમ મજબૂત ઊભા હતા. સરકાર બદલવી ઈઝી નહોતું, પણ જ્યારે દેશના અને રાજ્યના વિકાસનો પ્રશ્ન હોય ત્યારે આવાં પગલાં ઉપાડવાં પડે છે. આ માટે હું અમિતભાઇનો ખૂબ આભાર માનું છું. તેમના કારણે જ અમારી ડબલ એન્જિનની સરકાર જોરમાં દોડી રહી છે. અમિતભાઇ ગુજરાતી ભલે હોય, પણ તેમના ઘરનાં હોમ મિનિસ્ટર આપણા કોલ્હાપુરનાં છે. એથી તેમના ઘરમાં ગુજરાતી અને મરાઠી બન્ને ભાષા આનંદથી રહે છે. તેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતને વિકાસ, ઉદ્યોગ, સંસ્કળતિના ક્ષેત્રમાં દેશને હંમેશાં દિશા દેખાડી છે.'
પોતાનું વ્યક્તવ્ય પૂરું કરતાં પહેલાં એકનાથ શિંદેએ લોકોને સંબોધીને પૂછયું હતું કે ‘અમિતભાઇ શાહ માટે એક શેર કહું?' લોકોએ હા પાડતાં એકનાથ શિંદેએ શેર લલકાર્યો હતો...
આપકે બુલંદ ઇરાદોં સે તો ચટ્ટાને ભી ડગમગાતી હૈં,
દુશ્મન કયા ચીઝ હૈ, તૂફાન ભી અપના રુખ બદલ દેતે હૈં: આપકે આને સે યહાં કી હવા કા નૂર બદલ જાતા હૈઃ આપકે નામસે હર શખ્સ અદબ સે ઝુક જાતા હૈઃ
એ પછી વ્યક્તવ્ય પૂરું કરીને એકનાથ શિંદે ‘જય હિન્દ, જય મહારાષ્ટ્ર' બોલ્યા હતા. પછી એક સેકન્ડ ઊભા રહ્યા અને યાદ આવ્યું કે આ કાર્યક્રમ ગુજરાતીઓનો છે એટલે જતાં-જતાં ‘જય ગુજરાત'નો પણ નારો બોલ્યા હતા.(૩૮.૩)
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
