News of Saturday, 5th July 2025
દાળમાં મીઠું વધારે થયું તો પતિ અને ભાભીએ ગર્ભવતી મહિલાને છત પરથી ધક્કો માર્યો!
ગંભીર રીતે ઘાયલ મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું: પરિવારનો આરોપ છે કે મૃતક મહિલાના પતિનું ભાભી સાથે અફેર હતું. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે

કાસગંજ તા.૫: ઉત્તર પ્રદેશના કાસગંજમાં એક હૃદયદ્રાવક અને ખૂબ જ અમાનવીય ઘટના પ્રકાશમાં આવી છે. હકીકતમાં, થાણા ધોળના વિસ્તારના નાગલા ઢક ગામમાં, મળતક ગર્ભવતી મહિલાના પતિ અને ભાભીએ તેને છત પરથી ધક્કો મારી દીધો કારણ કે તેણે બનાવેલી દાળમાં વધુ પડતું મીઠું હતું. ઘાયલ ગર્ભવતી મહિલાને અલીગઢ લાવવામાં આવી હતી જ્યાં તેનું મળત્યુ થયું હતું.
૨૮ વર્ષની બ્રજબાલાના લગ્ન ૪ વર્ષ પહેલા થયા હતા. મહિલાના ભાઈ વિજયપાલ સિંહનો આરોપ છે કે બ્રજબાલાના પતિને તેની ભાભી સાથે અફેર હતું, જેના કારણે બ્રજબાલા અને તેના પતિ વચ્ચે હંમેશા અણબનાવ રહેતો હતો. બુધવારે બ્રજબાલાએ ઘરે દાળ બનાવી હતી જેમાં ભૂલથી વધુ મીઠું થઈ ગયું હતું. આ પહેલા પણ બ્રજબાલા અને તેના પતિ વચ્ચે ઝઘડો થયો હતો. આરોપ છે કે ઝઘડા પછી બ્રજબાલાના પતિ અને ભાભીએ તેને છત પરથી ધક્કો મારી દીધો હતો.(૩૮.૨)
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
