News of Saturday, 5th July 2025
કાલથી હિન્દુ ચાતુર્માસઃ ૪ માસમાં ૩૦ પર્વની વણઝાર
રવિવારે દેવપોઢી એકાદશીની મંદિરોમાં ધાર્મિક ક્રિયા સાથે ઉજવણીઃ ચાર મહિના માંગલિક કાર્યો પર બ્રેક : ઓગસ્ટમાં રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશોત્સવની રોનક બાદ ઓકટોબરમાં નવરાત્રીની રમઝટ

મુંબઇ તા.૫અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથ યાત્રાની ધૂમ બાદ હવે રવિવારે હિન્દુ ચાનુમાંસનો આરંભ થશે. એક બાજુ રવિવારે દેવપોઢી એકાદશીની મંદિરોમાં ધાર્મિક ક્રિયા સાથે ઉજવણી થશે.
હિન્દુ સમુદાયમાં દેવપોઢી એકાદશીથી દેવઊઠી એકાદશી સુધીના ચાર મહિનાને ચાનુર્માસ તરીકે માનવામાં આવે છે. આ દિવસોમાં પજ્ઞોપવિત, સંસ્કાર, લગ્ન, દીક્ષા ગ્રહણ, વશ, ગૃહપ્રવેશ જેવા શુભ કાર્યો પર રોક લાગે છે. રવિવારે દેવપોઢી એકાદશી બાદ લગ્નકાર્યો પર રોક હોય હવે દિવાળી પછી દેવઊઠી એકાદશીની ઉજવણી સાથે લગ્નની નવી સિઝન શરૂ થશે. મહારાજ કિરીટદત્ત શુકલના જણાવ્યા મુજબ, માન્યતા અને પરંપરા પ્રમાણે ભગવાન વિષ્ણુ દેવપોઢી એકાદશીથી પાતાળ લોકમાં પોઢી જતા હોય દિવાળી પછી આવતી દેવઊઠી એકાદશી સુધી હિન્દુ ચાતુર્માસ ઉજવવામાં આવે છે. આ ચાર મહિના વેળા લગ્નકાર્યો કે મુહૂર્ત લેવાતા નથી. દિવાળી પછી ઉજવાતા તુલસીવિવાહ પ્રસંગથી લગ્નસરાની નવી સિઝન શરૂ થાય છે. આગામી દિવાળી પછી ૧૯ નવેમ્બરના રોજ પહેલું લગ્નમુહૂર્ત આવશે. જોકે, ચાતુર્માસના ચાર મહિના સુધી વિવિધ અને મહત્ત્વના એવા ૩૦ જેટલા પર્વોની વણઝાર જોવા મળશે.
જૂન પછી લગ્નનું એકેય મુહુર્ત ન હતું
ચાલુ વર્ષે ગુરુના અસ્તના વિચિત્ર સંયોગને કારણે લગ્નસરાની સિઝનમાં મોટો વિક્ષેપ પડયો હતો. ગત ૧૧ જૂનથી ગુરુનો અસ્ત થયો હતો અને ૮ જુલાઇના રોજ મંગળવાર સુધી ગુરુદેવ અસ્ત રહેશે. જોકે, તે પહેલા જ ૬ જુલાઇના રોજ દેવપોઢી એકાદશી હોય લગ્નસરાની સિઝન પૂરી થઇ જશે. ગત ૮ જૂનના રોજ લગ્નની ચાલુ સિઝનનું અંતિમ મુહૂત હતું. ત્યારબાદ એકેય મુહૂર્ત નથી.
નવેમ્બરમાં ૯ અને ડિસેમ્બરમાં બે મુહૂર્ત
૨ નવેમ્બરના રોજ દેવઊઠી એકાદશીની ઉજવણી સાથે જ લગ્નસરાની નવી સિઝન શરૂ થશે. તેમાં ૧૬ નવેમ્બરના રોજ લગ્નનું પહેલું મુહુર્ત આવશે. લગ્નસરાની નવી સિઝનમાં નવેમ્બરમાં ૯ અને ડિસેમ્બરમાં બે જ મુહૂર્ત રહેશે. નવેમ્બર માસમાં ૧૬, ૨૨, ૨૩, ૨૪, ૨૫, ૨૬, ૨૭ અને ૩૦ નવેમ્બરના મુહુર્ત રહેશે. જ્યારે ડિસેમ્બર માસમાં ૨ અને ૫ તારીખે મુહૂર્ત બાદ કમુરતાં શરૂ થશે.
સ્વ.વિપુલકુમાર રાવલ ના દુઃખદ અવસાન થયેલ છે તેમનું બેસણું તારીખ ૭.૭.૨૦૨૫ સોમવાર ના રોજ તેમના નિવાસ સ્થાન પવિત્રમ હાઇટ પુનિત નગર સમય બપોરે ૪ થી ૬ રાખેલ છે ઁ શાંતી
હિન્દુ ચાતુર્માસ વેળા આવતા વિવિધ પર્વની ઝલક
પર્વ વાર તારીખ
દેવપોઢી એકાદશી રવિવાર ૬ જુલાઇ
જયાપાર્વતી વ્રતારંભ મંગળવાર ૮ જુલાઇ
ગુરુપૂર્ણિમા ગુરુવાર ૧૦ જુલાઇ
જયાપાર્વતીનું જાગરણ શનિવાર ૧૨ જુલાઇ
દિવાસો જાગરણ ગુરૂવાર ૨૪ જુલાઇ
શ્રાવણ માસનો આરંભ શુક્રવાર ૨૫ જુલાઇ
ફુલડા ત્રીજ રવિવાર ૨૭ જુલાઇ
નાળીયેરી પૂનમ શુક્રવાર ૮ ઓગસ્ટ
રક્ષાબંધન પર્વ શનિવાર ૯ ઓગસ્ટ
કજલી ત્રીજ, બોળચોથ મંગળવાર ૧૨ ઓગસ્ટ
શીતળા સાતમ શુક્રવાર ૧૫ ઓગસ્ટ
જન્માષ્ટમી પર્વ શનિવાર ૧૬ ઓગસ્ટ
કેવડા ત્રીજ મંગળવાર ૨૬ ઓગસ્ટ
ગણેશ ચતુર્થી બુધવાર ૨૭ ઓગસ્ટ
ઋષિ પાંચમ ગુરુવાર ૨૮ ઓગસ્ટ
અનંત ચતુર્દશી શનિવાર ૬ સપ્ટેમ્બર
વ્રતની પૂનમ રવિવાર ૭ સપ્ટેમ્બર
શ્રાદ્ધ પક્ષ શરૂ સોમવાર ૮ સપ્ટેમ્બર
સર્વપિતૃ અમાસ રવિવાર ૨૧ સપ્ટેમ્બર
શારદીય નવરાત્રી શરૂ સોમવાર ૨૨ સપ્ટેમ્બર
વિજયાદશમી પર્વ ગુરુવાર ૨ ઓકટોબર
શરદપૂર્ણિમા સોમવાર ૬ ઓકટોબર
વાઘ બારસ શુક્રવાર ૧૭ ઓકટોબર
ધનતેરસ શનિવાર ૧૮ ઓકટોબર
કાળી ચૌદશ રવિવાર ૧૯ ઓકટોબર
દિવાળી પર્વ સોમવાર ૨૦ ઓકટોબર
નૂતન વર્ષ બુધવાર ૨૨ ઓકટોબર
ભાઇબીજ ગુરુવાર ૨૩ ઓકટોબર
લાભ પાંચમ રવિવાર ૨૬ ઓકટોબર
દેવઊઠી એકાદશી રવિવાર ૨ નવેમ્બર
(12:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
