તા. ૧૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૮ બુધવાર
News of Saturday, 5th July 2025
દક્ષિણ દિલ્હીના આંબેડકર નગર પોલીસ સ્ટેશન હેઠળના દક્ષિણપુરી વિસ્તારમાં એક ઘરમાંથી શંકાસ્પદ સંજોગોમાં બે ભાઈઓ સહિત ત્રણ લોકોના મૃતદેહ મળતા હાહાકાર
પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તપાસ હાથ ધરી : પોલીસનું કહેવું છે કે મૃત્યુનું કારણ જાણવાની કોશિશ ચાલુ છે અને આ માટે જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરાઈ

નવી દિલ્હી તા.૫ : દક્ષિણ દિલ્હીના આંબેડકર નગર પોલીસ સ્ટેશન હેઠળ દક્ષિણપુરી વિસ્તારમાં એક ઘરમાં શંકાસ્પદ સંજોગોમાં ત્રણ લોકોના મોત થયા. જ્યારે એકની સારવાર ચાલી રહી છે. ચારેય એક જ રૂમમાં સૂતા હતા. ચારેય પુરુષો છે. જેમાંથી બે ભાઈઓ છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ ચાલુ છે. પોલીસનું કહેવું છે કે મૃત્યુનું કારણ જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે.
ચાર વ્યક્તિઓ બેભાન અવસ્થામાં
પીસીઆર કોલથી મળેલી માહિતીમાં જાણવા મળ્યું કે તેના ભાઈએ ફોન ન ઉપાડવા અંગે જાણ કરી હતી. ઘર અંદરથી બંધ હતું. ત્યાં પહોંચતા જાણવા મળ્યું કે દિલ્હીના દક્ષિણ પુરીમાં એક ઘરના પહેલા માળે ચાર વ્યક્તિઓ બેભાન અવસ્થામાં પડ્યા હતા.
તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા
આ વ્યક્તિઓને તાત્કાલિક આંબેડકર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને બાદમાં તેમને સફદરજંગ અને એઈમ્સ ટીસીમાં પણ ખસેડવામાં આવ્યા હતા. ફોન કરનાર વ્યક્તિ જીશાન પુત્ર મુન્ને રહેવાસી, ભાલસ્વા ડેરી છે. જેમણે જાણ કરી કે તેનો સંબંધી ઇમરાન ઉર્ફે સલમાન, મોહસીન અને અન્ય વ્યક્તિ હસીબ (સારવાર હેઠળ) અને એક અજાણ્યો વ્યક્તિ ઘરની અંદર છે.
ત્રણને મૃત જાહેર કર્યા
તે એસી મિકેનિક તરીકે કામ કરતો હતો. ઘરમાં એક રૂમનો સેટ છે. ઉપરોક્ત ચાર વ્યક્તિઓમાંથી ત્રણને મૃત જાહેર કરવામાં આવ્યા છે અને એકની સારવાર ચાલી રહી છે.
(4:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
