<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

યુપી એસટીએસની મોટી કાર્યવાહી: ધર્મ પરિવર્તનના મુખ્ય સૂત્રધાર જલાલુદ્દીન ઉર્ફે ચાંગુર બાબાની ધરપકડ

તેની સહયોગી નીતુ ઉર્ફે નસરીનની પણ ધરપકડ :ચાંગુર બાબા પર 50,000 રૂપિયાનું ઇનામ પણ જાહેર કરાયું હતું

યુપી એટીએસે લખનૌથી ધર્મ પરિવર્તનના મુખ્ય સૂત્રધાર જલાલુદ્દીન ઉર્ફે ચાંગુર બાબાની ધરપકડ કરી છે. તેની સહયોગી નીતુ ઉર્ફે નસરીનની પણ ધરપકડ કરવામાં આવી છે. ચાંગુર બાબા પર 50,000 રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, જમાલુદ્દીન પોતાને હાજી પીર જલાલુદ્દીન કહેતો હતો. તે છોકરીઓને લલચાવીને ધર્મ પરિવર્તન માટે દબાણ કરતો હતો. તેનું નિશાન હિન્દુ છોકરીઓ હતી. દરેક જાતિની છોકરીઓ માટે દર નક્કી હતો  


 

(11:29 PM IST)