News of Monday, 7th July 2025
થાઇલેન્ડ-કંબોડિયા સરહદે નવુ સંકટ
દક્ષિણ પૂર્વ ઍશિયામાં થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે ઐતિહાસિક સરહદી વિવાદ ફરી સપાટી પર આવ્યો છે, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા જગાવી છે. થાઇલેન્ડના વડાપ્રધાનના સસ્પેન્શનથી રાજકીય સંકટ વધુ ઘેરું બન્યું છે, જેના પર વૈશ્વિક નજર ટકેલી છે

દક્ષિણ પૂર્વ એશિયામાં થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે ઐતિહાસિક સરહદી વિવાદ ફરી સપાટી પર આવ્યો છે, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા જગાવી છે. થાઇલેન્ડના વડાપ્રધાનના સસ્પેન્શનથી રાજકીય સંકટ વધુ ઘેરું બન્યું છે, જેના પર વૈશ્વિક નજર ટકેલી છે
સામાન્ય રીતે મધ્ય પૂર્વ કે ભારત-પાકિસ્તાન સરહદે જોવા મળતો તણાવ આ વખતે દક્ષિણ પૂર્વ એશિયામાં જોવા મળી રહ્યો છે. થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચેનો જૂનો સરહદી વિવાદ ફરી વકર્યો છે, અને આ સ્થિતિ થાઇલેન્ડના વડાપ્રધાનના સસ્પેન્શનને કારણે વધુ ગંભીર બની છે. આ ઘટનાક્રમથી થાઇલેન્ડમાં આંતરિક રાજકીય અસ્થિરતા પણ વધી છે, જેની સીધી અસર સરહદી તણાવ પર પડી રહી છે.
થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચેનો સરહદી વિવાદ, ખાસ કરીને ‘‘પ્રેહ વિહીર મંદિર''ને લઈને, દાયકાઓ જૂનો છે. આ મંદિર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે અને બંને દેશો તેના પર પોતાનો દાવો કરે છે. ભૂતકાળમાં પણ આ મુદ્દે બંને દેશો વચ્ચે સશષા અથડામણો થઈ ચૂકી છે. સોશિયલ મીડિયા પર આ વિવાદને લઈને જૂના નકશા, ઐતિહાસિક દસ્તાવેજો અને તણાવપૂર્ણ ઘટનાઓના વીડિયો ફરીથી શેર કરવામાં આવી રહ્યા છે, જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે. (૩૮.૨)
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
