News of Monday, 7th July 2025
ગાઝામાં ઈઝરાયેલનો હુમલોઃ પેલેસ્ટાઈનના ૩૮ લોકોનાં મોત

દેર અલ-બલાહ,તા.૭: ઈઝરાયેલના હવાઈ હુમલામાં ગાઝામાં ઓછામાં ઓછા પેલેસ્ટાઈનના ૩૮ નાગરિકોના મોત થયા છે. ઈઝરાયેલની સેનાએ કહ્યું છે કે, છેલ્લા ચોવીસ કલાકમાં સંઘર્ષગ્રસ્ત ગાઝા ક્ષેત્રમાં ૧૩૦ જેટલા લક્ષ્યો પર હુમલા કર્યા છે. આ હુમલો એવા સમયે થયો છે, જ્યારે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ યુદ્ધવિરામ પ્રયાસોને આગળ વધારવાના ઉદ્દેશ્યથી વ્હાઇટ હાઉસમાં વાતચીત માટે વોશિંગ્ટન જઈ રહ્યા છે.
આ સિવાય, ઈઝરાયેલના એક અધિકારીએ કહ્યું કે, ઈઝરાયેલની સુરક્ષા કેબિનેટે શનિવારે રાત્રે ગાઝાના ઉત્તર ભાગમાં સહાય મોકલવાની મંજૂરી આપી દીધી, જ્યાં નાગરિકો ગંભીર ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યા છે. આ દરમિયાન, યમન સ્થિત હુતી આતંકવાદી સંગઠનના પ્રવક્તાએ જાહેરાત કરી કે અમે રાત્રે બેન ગુરિયન એરપોર્ટને ટાર્ગેટ બનાવીને બેલેસ્ટિક મિસાઇલ છોડી હતી. જોકે, ઈઝરાયેલની સેનાએ આ મિસાઇલ હુમલાને રોકી દીધો હતો.(૪૦.૪)
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
