<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

લગ્ન માટે પ્રપોઝ કરવા માટે પહાડી પર લઈ ગયોઃ અચાનક પગ લપસતા ખીણમાં પડ્‍યોઃ છોકરીએ બચાવવાની કોશિશ પણ ન કરી

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

 

નવી દિલ્‍હીઃ પ્રેમનું ભૂત જ્‍યારે માણસના માથે સવાર થઈ જાય તો તે કંઈ પણ કરી શકે છે.  સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં એક છોકરો પોતાની ગર્લફ્રેન્‍ડને લગ્ન માટે પ્રપોઝ કરવા માટે ખતરનાક ઝરણાની વચ્‍ચે લઈને પહોંચી જાય છે. પણ તે જ સમયે દુર્ઘટનાનો શિકાર થઈ જાય છે. છોકરો પ્રપોઝ કરવા જાય છે, અને લપસીને ઝરણામાં નીચે ખાબકે છે, જોકે તેની ગર્લફ્રેન્‍ડ તેને બચાવવાની જગ્‍યાએ ખાલી તેને જોતી રહે છે. આ વીડિયોને લોકો દર્દનાક દુર્ઘટના ગણાવી રહ્યા છે. વિડીયોને દોઢ લાખથી વધુ વ્‍યૂઝ મળ્‍યા છે.

તેની સાથે કેપ્‍શનમાં લખ્‍યું છે. છોકરીને લગ્ન માટે પ્રપોઝ કરી રહ્યો હતો, સપનું પૂરું થાય તે પહેલા ઝરણામાં પડી ગયો...ગર્લફ્રેન્‍ડ બચાવવા માટે કૂદી શકી નહીં.  છોકરી શાંતિથી પ્રેમીને ઝરણામાં પડતો જોઈ રહે છે, આ દરમિયાન તે જરા પણ તેને બચાવવાની કોશિશ કરતી નથી.

આ વાયરલ કયારનો અને કયાંનો છે. તેની કોઈ સત્તાવાર જાણકારી મળી નથી.(૩૮.૧૫)

(10:27 AM IST)