<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

વ્‍યક્‍તિએ ડર વિના હાથમાં પકડ્‍યો મહાકાય કિંગ કોબ્રા

નવી દિલ્‍હી તા.૭: માઈક હોલ્‍ટનનો કિંગ કોબ્રા સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે. લોકો ચોકી ગયા છે કે આટલો ઝેરી સાપ પણ એનાં હાથમાં શાંત કેમ છે!

 વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક વ્‍યક્‍તિ ભય વિના વિશાળકાય કિંગ કોબ્રાને હાથથી ઉઠાવતો જોવા મળે છે. આ વીડિયો ઇન્‍સ્‍ટાગ્રામ પર માઇક હોલ્‍સ્‍ટન નામના વાઇલ્‍ડલાઇફ એક્‍સપર્ટે શેર કર્યો છે, જે તેના સાહસિક કારનામા અને પ્રાણીઓ સાથેના નિર્ભય ઇન્‍ટરએકશન માટે જાણીતો છે. આ વાયરલ વીડિયોમાં કિંગ કોબ્રાની લંબાઈ એટલી વધારે છે કે તે માઇક હોલ્‍સ્‍ટનની ઊંચાઈથી પણ મોટો દેખાય છે. સામાન્‍ય રીતે કોબ્રાને ગુસ્‍સાવાળો અને આક્રમક સ્‍વભાવનો માનવામાં આવે છે, પરંતુ આ વીડિયોમાં તે શાંતિથી વ્‍યક્‍તિના હાથમાં દેખાય છે. માઇકના ચહેરા પર કોઈ ડર નથી દેખાતો, જે તેની ટ્રેનિંગ અને અનુભવનો પુરાવો આપે છે. આ જોઈને દરેકને વિચારવું પડી રહ્યું છે કે કોઈ વ્‍યક્‍તિ આટલી સરળતાથી આટલા ખતરનાક સાપને કેવી રીતે સંભાળી શકે છે. વીડિયો પોસ્‍ટ થયા પછીથી લાખો વાર જોવાઈ ચૂકયો છે અને તે ઇન્‍ટરનેટ પર ખૂબ ચર્ચિત બની ગયો છે. (૩૮.૧૮)

(11:28 AM IST)