News of Monday, 7th July 2025
ભારતીય ચલણી નોટો પર મહાત્મા ગાંધીની તસવીર જ કેમ?
આરબીઆઇએ કર્યો ખુલાસો

મુંબઈ,તા.૦૭: ભારતીય ચલણ પર સામાન્ય રીતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તસવીર જોવા મળે છે. જયારે અન્ય કોઇ નેતા કે મહાપુરુષની તસવીર જોવા નથી મળતી. આ અંગે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જવાબ આપ્યો છે. આ અંગે આરબીઆઇએ પ્રસિદ્ધ વ્યક્તિની તસવીર પ્રિન્ટ કરવા માટે રવિન્દ્રનાથ ટાગોર, મધર ટેરેસા સહિત ઘણા નામો પર વિચાર કરવામાં આવ્યો હતો. પરંતુ મહાત્મા ગાંધીના નામ પર સર્વસંમતિ થઈ હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ના કાર્ય-ણાલી પર બનેલી એક ડોકયુમેંટ્રી ફિલ્મમાં આ વાત કહેવામાં આવી છે.
રિઝર્વ બેંકે કહ્યું કે પાછળથી ખ્યાલ આવ્યો કે જો બેંક નોટ પર કોઈ પ્રસિદ્ધ વ્યક્તિની તસવીર હોય તો તેને ઓળખવી સરળ બને છે. જો નકલી નોટની ડિઝાઇન યોગ્ય ન હોય તો પ્રસિદ્ધ વ્યક્તિની તસવીર લોકો માટે વાસ્તવિક અને નકલી નોટ ઓળખવાનું સરળ બનાવે છે. ભારતીય સંદર્ભમાં નોટની ડિઝાઇન અને સુરક્ષા સુવિધાઓને ધ્યાનમાં રાખીને એવી ઘણા મહાપુરુષ હતા જેમની તસવીર નોટ પર છાપી શકાઈ હોત.
સ્વતંત્રતા પહેલા, બ્રિટિશ ભારતમાં રૂપિયા પર વસાહતીવાદ અને તેનાથી સંબંધિત ઐતિહાસિક અને રાજકીય સંદર્ભોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમાં વનસ્પતિ અને -ાણીસળષ્ટિ (વાઘ, હરણ) ના ચિત્રો હતા. બ્રિટિશ સામ્રાજ્યની ભવ્યતા રૂપિયા પર ‘સુશોભિત હાથીઓ' અને રાજાના શણગારેલા ચિત્રો દ્વારા દર્શાવવામાં આવી હતી. આરબીઆઈ અનુસાર, પરંતુ જ્યારે ભારત સ્વતંત્ર થયું, ત્યારે ધીમે ધીમે રૂપિયા પર છપાયેલી તસવીરો પણ બદલાઈ હતી. શરૂઆતમાં અશોક સ્તંભના સિંહનું પ્રતીક, પ્રખ્યાત સ્થળો વગેરેનો ઉપયોગ રૂપિયા પર થતો હતો. જ્યારે ધીમે ધીમે ભારતના વિકાસ અને -ગતિ સાથે, રૂપિયાએ તસવીરો દ્વારા વિકાસની વાર્તા કહેવાનું શરૂ કર્યું. દેશમાં વિજ્ઞાન ક્ષેત્રે થયેલી પ્રગતિ અને હરિયાળી ક્રાંતિની સિદ્ધિઓને આર્યભટ્ટ અને ખેતી કરતા ખેડૂતો વગેરેના ચિત્રો દ્વારા નોટ પર સુંદર રીતે કોતરવામાં આવી હતી.
(4:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
