News of Monday, 7th July 2025
જાપાન અને સાઉથ કોરિયા પર ફેંક્યો ટેરિફ બોમ્બ: ડોનાલ્ડ ટ્રમ્પએ 25 ટકા ટેક્સ લગાવતા ખળભળાટ
ટ્રમ્પ તરફથી 'લો અથવા છોડી દો' અલ્ટીમેટમ સાથે જાપાન-સાઉથ કોરિયાને આ ટેરિફ લેટર જારી: 1 ઓગસ્ટ, 2025 થી 255 ટકા ટેરિફ લાગશે : તમામ પ્રાદેશિક ટેરિફથી અલગ હશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સાઇન કરાયેલો વેપાર પત્ર સૌપ્રથમ જાપાન અને કોરિયાને મળ્યો હતો, જેના પર 25% ટેરિફ બોમ્બ ફૂટ્યો છે. આ ટેરિફ બંને દેશો પર લાદવામાં આવ્યો છે. જોકે, ટ્રમ્પ તરફથી 'લો અથવા છોડી દો' અલ્ટીમેટમ સાથે Japan-South Korea ને આ ટેરિફ લેટર જારી કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા જાપાનના વડા પ્રધાન ઇશિબા શિગેરુ અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગને મોકલવામાં આવેલા પત્રોના સ્ક્રીનશોટ પણ શેર કરવામાં આવ્યા છે, જેમાં તેમણે તેમને ટેરિફ દરોના નવા સેટ લાગુ કરવાના તેમના પગલા વિશે માહિતી આપી છે.
જાપાનના વડા પ્રધાનને લખેલા તેમના ટેરિફ પત્રમાં, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ પત્ર તમને મોકલવો મારા માટે ખૂબ જ સન્માનની વાત છે, કારણ કે તે આપણા વ્યાપારિક સંબંધોની મજબૂતાઈ અને પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે અને એ હકીકતને દર્શાવે છે કે યુનાઇટેડ સ્ટેટ્સ નોંધપાત્ર વેપારમાં નુકસાન હોવા છતાં તમારા મહાન દેશ સાથે કામ કરવાનું ચાલુ રાખવા માટે સંમત થયું છે. તેમાં આગળ જણાવાયું છે કે અમે તમારી સાથે આગળ વધવાનું નક્કી કર્યું છે, પરંતુ વધુ સંતુલિત અને ન્યાયી વેપાર સાથે.
તેમના Tariff લેટરમાં, તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી મહિનાની પહેલી તારીખથી, એટલે કે 1 ઓગસ્ટ, 2025 થી, અમે યુએસમાં મોકલવામાં આવતા કોઈપણ અને તમામ જાપાની ઉત્પાદનો પર ફક્ત 25% નો ટેરિફ લગાવીશું, જે તમામ પ્રાદેશિક ટેરિફથી અલગ હશે.
(11:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
