<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th July 2025

એકનાથ શિંદે વિરુદ્ધ ટિપ્પણી બદલ હાસ્ય કલાકાર કુણાલ કામરાને નોટિસ ફટકારાશે

મહારાષ્ટ્ર વિધાનસભાની વિશેષાધિકાર સમિતિએ નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિરુદ્ધ કરેલી ટિપ્પણી બદલ કુણાલ કામરાને કારણદર્શક નોટિસ પાઠવવાનો નિર્ણય લીધો

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની વિશેષાધિકાર સમિતિએ સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાને નાયબ મુખ્યમંત્રી અને શિવસેનાના નેતા એકનાથ શિંદે વિરુદ્ધ કરેલી ટિપ્પણી બદલ કારણદર્શક નોટિસ જારી કરવાનો નિર્ણય લીધો છે.

ભાજપના એમએલસી પ્રસાદ લાડના નેતૃત્વ હેઠળની સમિતિએ કામરા તેમજ શિવસેના (યુબીટી)ના નેતા સુષ્મા અંધારેને નોટિસ પાઠવવાનો નિર્ણય લીધો છે.

"નોટિસ બે દિવસમાં જારી કરવામાં આવશે. નોટિસનો ડ્રાફ્ટ કાયદા અને ન્યાય વિભાગને કાનૂની અભિપ્રાય માટે મોકલવામાં આવ્યો છે. તે પોલીસ કમિશનર દ્વારા કુણાલ અને સુષ્માને મોકલવામાં આવશે," પ્રસાદે સોમવારે જણાવ્યું હતું.

ભાજપના એમએલસી પ્રવીણ દરેકરે રાજ્ય વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન કુણાલ અને સુષ્મા વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ રજૂ કરી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે કામરાએ 'પેરોડી' ગીતમાં શિંદેને લક્ષ્ય બનાવતા અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. સુષ્માએ કામરાને ટેકો આપતી વખતે વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો, જે વિધાનસભાનો અપમાન છે.

(12:04 AM IST)