<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th July 2025

પીએમ મોદી ઉરુગ્વેના રાષ્ટ્રપતિ યમન્ડુને મળ્યા: ટેકનોલોજી વેપાર અને આરોગ્ય જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાની ચર્ચા

બ્રાઝિલમાં 17મા બ્રિક્સ સમિટ દરમિયાન વડા પ્રધાન મોદી ઉરુગ્વે અને બોલિવિયાના રાષ્ટ્રપતિઓને મળ્યા: ભારત-ઉરુગ્વેના મજબૂત સંબંધો અને બોલિવિયા સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ભાર મુક્યો

નવી દિલ્હી :૧૭મા બ્રિક્સ સમિટ દરમિયાન રિયો ડી જાનેરોમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉરુગ્વેના રાષ્ટ્રપતિ યામાન્ડુ ઓર્સી અને બોલિવિયાના રાષ્ટ્રપતિ લુઈસ આલ્બર્ટો આર્સે કેટાકોરા સાથે મુલાકાત કરી હતી. આ માહિતી પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આપી હતી. એક પોસ્ટમાં પીએમએ લખ્યું હતું કે, બ્રાઝિલમાં બ્રિક્સ સમિટ દરમિયાન ઉરુગ્વેના રાષ્ટ્રપતિ યામાન્ડુ ઓર્સીને મળીને આનંદ થયો. ભારત અને ઉરુગ્વે વચ્ચેના ગાઢ સંબંધો ગ્લોબલ સાઉથ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે

     પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત ઉરુગ્વે સાથેના સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે શક્ય તેટલું બધું કરવા માટે પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિ યામાન્ડુ ઓરસી સાથેની મુલાકાત દરમિયાન તેમણે વેપાર, રસાયણો, ફાર્માસ્યુટિકલ્સ, ટેકનોલોજી, સંરક્ષણ અને અન્ય ક્ષેત્રોમાં સહયોગને પ્રોત્સાહન આપવાના માર્ગો પર ચર્ચા કરી. ઉરુગ્વેમાં યોગની વધતી લોકપ્રિયતા લોકો વચ્ચેના સંબંધોને પ્રોત્સાહન આપવા માટે અદ્ભુત છે.

    


 

(12:44 AM IST)