<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th July 2025

દક્ષિણ ચીન સમુદ્ર પરનો વિવાદ વકર્યો :ચીને જર્મન વિમાન પર હુમલો કર્યો :રાજદુતને ખખડાવી નાખ્યા :ફિલીપીન્સ પણ નારાજ

ચીને ફિલિપાઇન્સના પૂર્વ સાંસદ ફ્રાન્સિસ ટોલેન્ટિનોને હોંગકોંગ અને મકાઉ સહિત તેના તમામ પ્રદેશોમાં પ્રવેશવા પર અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ મૂક્યો

દક્ષિણ ચીન સમુદ્ર પરનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. ફિલિપાઇન્સ સરકારે ચીની રાજદૂતને સમન્સ પાઠવ્યા છે. આનું કારણ ચીન દ્વારા ફિલિપાઇન્સના ભૂતપૂર્વ સાંસદ ફ્રાન્સિસ ટોલેન્ટિનો પર લાદવામાં આવેલ પ્રતિબંધ છે. ચીને ટોલેન્ટિનોને હોંગકોંગ અને મકાઉ સહિત તેના તમામ પ્રદેશોમાં પ્રવેશવા પર અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ મૂક્યો છે.

   ચીનનો આરોપ છે કે ટોલેન્ટિનો જેવા નેતાઓ "ખોટા નિવેદનો અને કાર્યો" દ્વારા ચીનના હિતોને નુકસાન પહોંચાડી રહ્યા છે. ફિલિપાઇન્સને આ અંગે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે લોકશાહી દેશના ચૂંટાયેલા પ્રતિનિધિને સજા આપવી એ 'સમાન સંપ્રભુતા' ના સિદ્ધાંતની વિરુદ્ધ છે. ટોલેન્ટિનોએ દક્ષિણ ચીન સમુદ્ર પર ફિલિપાઇન્સના દાવાને મજબૂત બનાવતા બે મહત્વપૂર્ણ બિલ રજૂ કર્યા હતા. તેમને ચીન પર ચૂંટણીમાં દખલગીરી અને જાસૂસીનો પણ આરોપ લગાવ્યો હતો. 

યુરોપિયન મિશનના ભાગ રૂપે લાલ સમુદ્રમાં ઉડતા જર્મન સર્વેલન્સ પ્લેન પર ચીની યુદ્ધ જહાજે કોઈપણ ચેતવણી વિના લેસર ફાયરિંગ કર્યું. આ હુમલો યમનના હુતી બળવાખોરોથી નાગરિક જહાજોને બચાવવાના મિશન દરમિયાન થયો હતો. જર્મન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ કૃત્યથી વિમાન અને તેમાં રહેલા લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. આ પછી, મિશન તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું અને વિમાનને જીબુટીના એક બેઝ પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું.

આ અંગે કાર્યવાહી કરતા, જર્મનીએ બર્લિનમાં ચીનના રાજદૂતને બોલાવીને વિરોધ નોંધાવ્યો. યુરોપિયન મિશન કોઈપણ લશ્કરી હુમલામાં સામેલ નથી, તેનું કામ ફક્ત નાગરિક જહાજોનું રક્ષણ કરવાનું છે. ચીન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. હુથી બળવાખોરોએ પણ હુમલો કરીને બીજા જહાજને ડૂબાડી દેવાનો દાવો કર્યો છે

(9:13 PM IST)