<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th July 2025

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો 20મો હપ્તો જલ્દીથી રિલીઝ કરવામાં આવશે

ખેડૂત આઈડી (ફાર્મર રજીસ્ટ્રી) ફરજિયાત :જે ખેડૂતોની નોંધણી બાકી છે, તેઓને ખેતી નિયામક કચેરી દ્વારા તાત્કાલિક નોંધણી કરાવવા અનુરોધ

નવી દિલ્હી :ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો 20મો હપ્તો ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે, જેના માટે ખેડૂત આઈડી (ફાર્મર રજીસ્ટ્રી) ફરજિયાત કરવામાં આવ્યું છે. જે ખેડૂતોની નોંધણી બાકી છે, તેઓને ખેતી નિયામક કચેરી દ્વારા તાત્કાલિક નોંધણી કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે, જેથી તેઓ આ યોજનાના લાભથી વંચિત ન રહે.

 

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો આગામી એટલે કે 20મો હપ્તો ટૂંક સમયમાં રિલીઝ થનાર છે અને આ હપ્તાનો લાભ મેળવવા માટે ભારત સરકાર દ્વારા ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. જે ખેડૂતો 20મો હપ્તો રિલીઝ થાય ત્યારે નોંધણી કરાવવાની બાકી રાખશે, તેઓ આ યોજનાના લાભથી વંચિત રહેશે.

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો 20મો હપ્તો ટૂંક સમયમાં રિલીઝ થનાર હોવાથી તાત્કાલિક નોંધણી કરાવવી આવશ્યક છે. એટલા માટે બાકી રહી ગયેલા ખેડૂતો સત્વરે ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધણી કરાવી શકે તે માટે અત્યારે ગ્રામ્ય કક્ષાએ ઝુંબેશ સ્વરૂપે નોંધણી કરવામાં આવી રહી છે.

 

રાજ્યના જે ખેડૂતોએ હજુ સુધી ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધણી કરાવવાની બાકી હોય તેવા ખેડૂતોને તાત્કાલિક ખેડૂત આઈડીની નોંધણી કરાવવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. ખેડૂત લાભાર્થીઓએ તાત્કાલિક નોંધણી કરાવવા માટે ગામના તલાટી કમ મંત્રી અથવા ગ્રામસેવકનો સંપર્ક કરવાનો રહેશે.

આ ઉપરાંત ખેડૂતો જાતે ઘરેથી મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પણ નોંધણી કરી શકે છે. એટલું જ નહીં, કોમન સર્વિસ સેન્ટર (CSC) અથવા ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે પણ ખેડૂત નોંધણી કરાવી શકે છે.

(9:25 PM IST)