News of Wednesday, 9th July 2025
પુલવામા હુમલા માટે એમેઝોન પરથી ઓનલાઈન મગાવાયા હતા વિસ્ફોટકો
વિશ્વની સૌથી મોટી આતંકવાદી ભંડોળ દેખરેખ સંસ્થા ‘‘એફએટીએફ'' એ ચોંકાવનારો ખુલાસો કર્યો : બનાવટી ખાતાઓ અને નકલી નામો દ્વારા ચુકવણી કરવામાં આવી રહી હતી ઓનલાઈન વ્યવહારો અને વીપીએન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું

લંડન તા.૯: વિશ્વની સૌથી મોટી આતંકવાદી ભંડોળ દેખરેખ સંસ્થા એફએટીએફ એ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું છે કે આતંકવાદીઓ હવે ભંડોળ એકત્ર કરવા, શષાો ખરીદવા અને હુમલા કરવા માટે ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને ઓનલાઈન ચુકવણી સેવાઓનો ઉપયોગ કરી રહ્યા છે. ભારતમાં પુલવામા અને ગોરખનાથ મંદિરના કેસોને રિપોર્ટમાં ઉદાહરણ તરીકે સામેલ કરવામાં આવ્યા છે. એફએટીએફએ કહ્યું કે ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને ઓનલાઈન ચુકવણી સેવાઓનો દુરુપયોગ આતંકવાદને નાણાં આપવા માટે થઈ રહ્યો છે.
પુલવામા આતંકવાદી હુમલામાં ૪૦ જવાનો શહીદ થયા હતા. આ રિપોર્ટમાં જણાવ્યું હતું કે ફેબ્રુઆરી ૨૦૧૯ માં જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં હુમલામાં વપરાયેલ એલ્યુમિનિયમ પાવડર ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન પરથી ખરીદવામાં આવ્યો હતો. આ પાવડરનો ઉપયોગ આઇડી ની તાકાત વધારવા માટે કરવામાં આવ્યો હતો. આ આતંકવાદીઓ દ્વારા ઓનલાઈન પ્લેટફોર્મના ઉપયોગનું ઉદાહરણ છે.
એપ્રિલ ૨૦૨૨માં ગોરખનાથ મંદિર પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરતા, જણાવ્યું હતું કે આરોપીએ પેપાલ દ્વારા આઇએસઆઇએસ માટે રૂા. ૬.૬૯ લાખનું આંતરરાષ્ટ્રીય ભંડોળ પૂરું પાડ્યું હતું. આ દરમિયાન, આરોપીએ સ્ભ્ફ નો ઉપયોગ કરીને પોતાનું સ્થાન છુપાવ્યું. તેને વિદેશી ખાતાઓમાંથી પણ પૈસા મળ્યા અને આઇએસઆઇએસ સમર્થકોને ભંડોળ મોકલ્યું.
રિપોર્ટ અનુસાર, પુલવામાં હુમલા પાછળ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો હાથ હતો ઓનલાઈન ચુકવણી પ્લેટફોર્મ પર કરવામાં આવતા વ્યવહારોનું ટ્રેકિંગ મુશ્કેલ બની જાય છે કારણ કે તેમાં ઘણીવાર નકલી નામો, નકલી ખાતાઓ અને વ્યક્તિ-થી-વ્યક્તિ ટ્રાન્સફરનો સમાવેશ થાય છે.(૩૮.૪)
(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
