<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

ઈઝરાયલ સાથેના યુદ્ધમાં ૧,૦૦૦ થી વધુ લોકોના મોતનો ઈરાનનો દાવો

કેટલાક ગંભીર ઘાયલ થયા છે તે જોતાં મળત્‍યુઆંક ૧,૧૦૦ સુધી પહોંચી શકે છે

 

દુબઈ તા.૯: ઈરાનની સરકારે ઈઝરાયલ સાથેના યુદ્ધમાં ઓછામાં ઓછા ૧,૦૬૦ લોકોના મોત થયા હોવાનું જણાવીને ચેતવણી આપી છે કે આ આંકડો વધી શકે છે. ઈરાનના ફાઉન્‍ડેશન ઓફ માર્ટીયર્સ એન્‍ડ વેટરન્‍સ અફેર્સના વડા સઈદ ઓહાદીએ આ આંકડો આપ્‍યો હતો. ઓહાદીએ ચેતવણી આપી હતી કે કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તે જોતાં મળત્‍યુઆંક ૧,૧૦૦ સુધી પહોંચી શકે છે.

યુદ્ધ દરમિયાન, ઈરાને ઈઝરાયલ દ્વારા દેશ પર ૧૨ દિવસના બોમ્‍બમારાને જેના કારણે તેના હવાઈ સંરક્ષણને નુકસાન થયું હતું, લશ્‍કરી સ્‍થળોનો નાશ થયો હતો અને તેના પરમાણુ સુવિધાઓને નુકસાન થયું હતું. યુદ્ધવિરામ લાગુ થયા પછી ઈરાન ધીમે ધીમે વિનાશની વાસ્‍તવિકતા સ્‍વીકારી રહ્યું છે.

વોશિંગ્‍ટન હ્યુમન રાઇટ્‍સ એક્‍ટિવિસ્‍ટ જૂથ, જેણે ઈરાનમાં અનેક તબક્કાની અશાંતિમાં થયેલા નુકસાનના વિગતવાર આંકડા પૂરા પાડ્‍યા છે, તેણે કહ્યું છે કે ૧૧૯૦ લોકો માર્યા ગયા છે, જેમાં ૪૩૬ નાગરિકો અને ૪૩૫ સુરક્ષા દળના સભ્‍યનો સમાવેશ થાય છે ૪૪૭૫ લોકો ઘાયલ થયા છે.(૩૮.૩)

(9:38 AM IST)