<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

૧૪ મહિનામાં કંગનાને રાજકારણથી મોહભંગ થયો કે શું ?

હું એમ નહીં કહું કે હું રાજકારણનો આનંદ માણી રહી છું: આ અલગ પ્રકારનું કાર્ય છે, સમાજ સેવા જેવું આ મારી પળષ્ઠભૂમિ રહી નથીઃ મેં કયારેય લોકોની સેવા કરવાનું વિચાયુઁ નથી

 

નવી દિલ્‍હી તા.૯: ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીમાં પોતાના અભિનયનો પરચમ લહેરાવ્‍યા બાદ કંગના રનૌતે રાજકારણમાં ઝંપલાવ્‍યું અને તે હિમાચલના સંસદીય મતવિસ્‍તાર મંડીથી ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં સાંસદ તરીકે ચૂંટાઈ આવી છે. પોતાના સાંસદ તરીકેના ૧૪ મહિનાના કાર્યકાળમાં કંગના રનૌતને ઘણા સારા-નરસા અનુભવ થયા છે. જેને તેણે રવિ ઈન એર નામના પોડકાસ્‍ટ શોમાં શેર કર્યા છે. જેમાં કંગનાએ એમ પણ કહ્યું છે કે, રાજકારણે મને બિલકુલ ખુશી આપી નથી.

પોડકાસ્‍ટ શોમાં કંગના રનૌતે પોતાના અનુભવ અંગે જણાવ્‍યું કે, ‘‘હું એમ નહીં કહું કે હું રાજકારણનો આનંદ માણી રહી છું. તે ખૂબ જ અલગ પ્રકારનું કાર્ય છે, સમાજ સેવા જેવું. આ મારી પળષ્ઠભૂમિ રહી નથી. મેં કયારેય લોકોની સેવા કરવાનું વિચાર્યું નથી.''

પોડકાસ્‍ટમાં સાંસદ કંગના રનૌતે જણાવ્‍યું કે, મતદારો ઘણીવાર મારી પાસે ખૂબ જ પાયાના સ્‍તરની સમસ્‍યાઓ લઈને આવે છે. હું મહિલાઓના અધિકારો માટે લડી છું, પણ એ વાત અલગ છે તેઓ તૂટેલા રસ્‍તા જેવી સમસ્‍યાઓ લઈને મારી પાસે આવે છે. હું તેમને કહું છું કે તે રાજ્‍ય સરકારનો મુદ્દો છે, અને તેઓ કહે છે, ‘તમારી પાસે પૈસા છે, તમે તમારા પોતાના પૈસા વાપરો.

તાજેતરમાં કંગનાના સંસદીય મતવિસ્‍તાર મંડીમાં વાદળ ફાટવાની ઘટના બની હતી. પરંતુ કંગનાએ પોતાના મત વિસ્‍તારની મુલાકાતમાં મોડું કર્યું હતું. જેથી કોંગ્રેસે કંગના પર તેના મતવિસ્‍તારની અવગણના કરવાનો આરોપ લગાવ્‍યો હતો.(૩૮.૨)

(9:39 AM IST)