<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

દહેજની લાલચમાં છોકરીને નપુંસક યુવક સાથે પરણાવી દીધી

વિરોધ કરતા તેની સાથે મારપીટ કરી અને જાનથી મારી નાખવાનો પ્રયાસ પણ કર્યો

કાનપુર તા.૯: કાનપુરમાંથી એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે. અહીં એક મહિલાએ પોતાના પતિ પર નપુંસક હોવાનો આરોપ લગાવ્‍યો છે. મહિલાનું કહેવું છે કે દહેજની લાલચમાં સાસરિયાવાળાએ તેના લગ્ન જાણી જોઈને એક નપુંસક યુવક સાથે કરાવી દીધા. વિરોધ કરતા તેની સાથે મારપીટ કરી અને જાનથી મારી નાખવાનો પ્રયાસ પણ કર્યો

રાવતપુરની રહેવાસી પીડિતાના લગ્ન માર્ચ ૨૦૨૪માં ઉન્નાવ જિલ્લાના યુવક સાથે થયા હતા. વિવાહની પહેલી રાતે મહિલાને જાણવા મળ્‍યું કે, તેનો પતિ શારીરિક રીતે અક્ષમ છે. તેણે બીજા દિવસે સવારે જેઠાણીને આ વાત કહી, પણ તેમણે આ વાતને મજાકમાં લઈ ટાળી દીધી. થોડા દિવસ બાદ પીડિતાએ ફરી આ મુદ્દા પર વાત કરી તો સાસરિયાના લોકોએ તેની સાથે ગાળાગાળી શરુ કરી દીધી. સાસરિયાવાળાએ સ્‍વીકાર કર્યો કે, તેમને પહેલાથી ખબર હતી. આ લગ્ન ખાલી દહેજ માટે કર્યા છે.

જ્‍યારે મહિલાએ પોતાના પતિની સારવાર કરાવવાની વાત કરી તો સાસરિયાવાળાએ તેની પાસેથી બે લાખ રુપિયા માગ્‍યા. મહિલાને આશા હતી કે ધીમે ધીમે બધુ સુધરી જશે, એટલા માટે તે ત્‍યાં જ રહેવા લાગી. આ દરમ્‍યાન તેના જેઠે તેના પર ખોરી દાનત કરવાનું શરુ કરી દીધું અને તેની છેડતી કરવા લાગ્‍યો. જ્‍યારે તેનો વિરોધ કર્યો તે તેની સાથે મારપીટ કરી.

મહિલાએ આરોપ લગાવ્‍યો કે જ્‍યારે તેના પિયરવાળા સાથે વાતચીત માટે બોલાવ્‍યા હતા, તો તેમને ફાંસી લગાવવાની વાત કરી, જેથી મામલામાં સમાધાનની જગ્‍યાએ તેને ખતમ કરી શકાય. પીડિતાની ફરિયાદના આધાર પર પોલીસે પતિ, જેઠ અને જેઠાણી વિરુદ્ધ કલમ ધારાઓમાં ફરિયાદ નોંધી લીધી છે.(

(10:34 AM IST)