News of Wednesday, 9th July 2025
કોર્ટે ૧૦ લોકોને ૧૪૧ વર્ષની સજા ફટકારી
કાર્ટેલ દ્વારા સંચાલિત ભરતી ફાર્મમાં જઘન્ય ગુના બદલ

મેક્સિકો સિટી, તા.૯: મેક્સીકન કોર્ટે ૧૦ લોકોને ૧૪૧ વર્ષ અને ૩ મહિનાની જેલની સજા ફટકારી છે. આ બધા લોકો એક ફાર્મ હાઉસ સાથે સંકળાયેલા હતા જેનો ઉપયોગ જાલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ (CJNG) નામની ખતરનાક ગેંગ દ્વારા નવા સભ્યોની ભરતી કરવા, લોકોને મારવા અને મળતદેહો ગાયબ કરવા માટે કરવામાં આવતો હતો.
મેક્સીકન કોર્ટે મંગળવારે ૧૦ લોકોને ૧૪૧ વર્ષ અને ત્રણ મહિનાની જેલની સજા ફટકારી છે. આ બધા પશ્ચિમ મેક્સિકોના જાલિસ્કો રાજ્યમાં એક ફાર્મહાઉસમાં ખતરનાક ગુનાહિત ગેંગ જાલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ (CJNG) માટે ભરતી, હત્યા અને મળતદેહો ગાયબ કરવાના કેસમાં સંડોવાયેલા હતા.
જાલિસ્કો રાજ્યમાં આવેલ ઇસાગુઇરે રાંચ (ફાર્મ હાઉસ)નો ઉપયોગ ૨૦૨૧ થી ગુનેગારોની ભરતી અને તાલીમ આપવા માટે થઈ રહ્યો હતો. આ ફાર્મ હાઉસ આ વર્ષે મળી આવ્યું હતું, જેનાથી સમગ્ર વિસ્તારમાં ભય અને ગભરાટ ફેલાયો હતો. સપ્ટેમ્બર ૨૦૨૪ માં ફાર્મ હાઉસ પર પહેલી વાર દરોડો પાડવામાં આવ્યો હતો અને ત્યાંથી ૧૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. હવે તેને ત્રણ લોકોના અપહરણ અને હત્યાના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો છે.
કોર્ટે દરેક દોષિતને ૧૪૧ વર્ષ અને ત્રણ મહિનાની કેદની સજા ફટકારી હતી. આ સાથે, પીડિતોના પરિવારોને ૧૩ લાખ રૂપિયા મેક્સિકન પેસો (લગભગ ૫૪ લાખ રૂપિયા) વળતર ચૂકવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
આ કેસમાં હજુ પણ પાંચ અન્ય લોકો પર આરોપો છે. આમાં ત્રણ સ્થાનિક પોલીસ અધિકારીઓ, નવી ભરતી કરનાર ગેંગનો એક સભ્ય અને ટયુચિટલાન શહેરના મેયર જોસ મુર્ગુઆ સેન્ટિયાગોનો સમાવેશ થાય છે.(૨૩.૩)
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
