<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

મહિલાએ પોતાના ૪૫ દિવસના દીકરાને ઉકળતા પાણીમાં નાખ્‍યો : મોત

માતા હેવાન બની ગઇ

બેંગ્‍લોર, તા.૯: માતા એ ભગવાનનું બીજું સ્‍વરૂપ છે. જેણે મને ૯ મહિના સુધી પોતાના ગર્ભમાં રાખ્‍યો, તે હેવાન બની ગઈ. બેંગલુરુથી એક એવો કિસ્‍સો સામે આવ્‍યો છે જેણે બધાને ચોંકાવી દીધા છે, એટલું જ નહીં, આ ઘટનાએ માનવતા પર પણ સવાલો ઉભા કર્યા છે. આ સમગ્ર ઘટના નેલમંગલાના વિશ્વેશ્વરપુરાની છે, જ્‍યાં એક મહિલાએ તેના ૪૫ દિવસના બાળકને ઉકળતા પાણીમાં નાખીને મારી નાખ્‍યું.

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, રાધા ડિપ્રેશનથી પીડાતી હતી. આ ઉપરાંત, કૌટુંબિક અને આર્થિક મુશ્‍કેલીઓએ પણ તેમની માનસિક સ્‍થિતિ વધુ ખરાબ કરી. રાધાનો પતિ દારૂડિયા હતો.

મહિલાનો પતિ ઓટો ચલાવે છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસે કેસ નોંધીને આરોપી મહિલાની ધરપકડ કરી લીધી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને મહિલાની પૂછપરછ કરવામાં આવી રહી છે.

મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, મહિલાએ મોડી રાત્રે આ ઘટનાને અંજામ આપ્‍યો હતો. જ્‍યારે બધા સૂઈ રહ્યા હતા, ત્‍યારે મહિલાએ શાંતિથી બાળકને પોતાના ખોળામાં લીધું અને ગરમ પાણીમાં નાખ્‍યું. જેના કારણે બાળકનું થોડા સમય પછી મળત્‍યુ થયું.

(1:57 PM IST)