<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

રેડમીએ લોન્‍ચ કર્યો નોટ ૧પ પ્રો 5G

૧૬ જીબી રેમ, રપ૬/પ૧ર જીબી સ્‍ટોરેજઃ ૭૦૦૦ MAh બેટરી

નવી દીલ્‍હી, તા. ૯: રેડમીએ ફરી એકવાર બજારમાં ધુમ મચાવવા પોતાના નવા સ્‍માર્ટ ફોન રેડમી નોટ ૧પ પ્રો 5G લોન્‍ચ કર્યો છે. જેની કિંમત ૧૮૯૯૯ થી રર૯૯૯ સુધીની રાખવામાં આવી છે. રેડમીના આ નવા મોડલમાં ૬.૭૮ ઇંચની ડિસ્‍પ્‍લે, કવોલકોમ સ્‍નેપડ્રેગન ૭ જન ૩ પ્રોસેસર છે. ઉપરાંત તેમાં એન્‍ડ્રોઇડ ૧૪ આધારીત MIUI ૧પ ઉપર કામ કરે છે. ઉપરાંત તેમાં 5G ડયુઅલસીમ, ઇનડીસ્‍પ્‍લે  ફિંગરપ્રિન્‍ટ સ્‍કેનર, ડોલબી એટમોસ ડયુઅલ સ્‍પીકર, ગોરીલા ગ્‍લાસ, IP53 રેટીંગ, NFC, વાઇફાઇ ૬ અને બ્‍લુટુથ પ.૩ નો સપોર્ટ છે. જેમાં ર૦૦ MP પ્રાઇમરી કેમેરો અને ૩ર MP ફન્‍ટ કેમેરો છે જે 4k વિડીયો રેકોડીંગ સપોર્ટેડ છે. તેમાં ૭૦૦૦ MAh ની બેટરી છે. જે ફકત ૩૦ મીનીટમાં ફુલ ચાર્જ થઇ શકે છે.(૬.૧ર)

(3:34 PM IST)