News of Wednesday, 9th July 2025
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 12 લોકોના મોત: 5 લોકો ઘાયલ: 7 લોકોનું રેસ્ક્યુ કરાયું
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સરકારે તપાસના આદેશ આપ્યાં: મૃતકોના પરિવારને ચાર લાખ તેમજ ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા જાહેર

વડોદરામાં પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યાની ગોઝારી દુર્ઘટનાની આજે રાજ્યભરમાં ચર્ચા થઈ રહી છે. ત્યારે આ બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક વધીને 12 સુધી પહોંચ્યો છે, જ્યારે અન્ય 5 લોકો ઘાયલ થયા છે. ત્યારે નદીમાંથી 7 લોકોનું રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા છે. NDRFની ટીમ દ્વારા આ બચાવ કામગીરી કરવામાં આવ્યા છે
બ્રિજ તુટતા વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હતા અને વર્ષો જુનો ગંભીરા બ્રિજ ખખડધજ હાલતમાં હતો અને આજે વહેલી સવારે આ દુર્ઘટના બની હતી.
ગુજરાતમાં સર્જાયેલી ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સરકારે તપાસના આદેશ આપ્યાં છે. માર્ગ અને મકાન વિભાગને ઘટનાનો તાત્કાલિક રીપોર્ટ આપવા આદેશ કરાયો છે. આ ઉપરાંત આ ઘટનામાં મૃતકોના પરિવારને ચાર લાખ તેમજ ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાઈ છે. કેન્દ્ર સરકારે પણ મૃતકોના પરિવારને બે લાખની સહાય જાહેર કરી છે.
(6:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
