<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

જસ્ટિસ વર્માને હટાવવાના પ્રસ્તાવની નોટિસ ચોમાસુ સત્રમાં આવશે

સરકારે સહીઓ લેવાની પ્રક્રિયા શરૂ કરી: તમામ પક્ષોના સાંસદોના હસ્તાક્ષર મેળવવા સરકારનો પ્રયાસ

નવી દિલ્હી : સૂત્રોના જણાવ્યા અનુસાર, જસ્ટિસ વર્માને હટાવવાના પ્રસ્તાવની નોટિસ ચોમાસુ સત્રમાં આવશે. આ પ્રસ્તાવ લોકસભામાં આવશે. લોકસભામાં પ્રસ્તાવ લાવવા માટે 100 સાંસદોના હસ્તાક્ષર જરૂરી રહેશે. સરકારે સહીઓ લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ અને એનડીએના સાંસદોએ સહી કરી છે. સરકાર તેના પર તમામ પક્ષોના સાંસદોના હસ્તાક્ષર મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

(11:15 PM IST)