તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Thursday, 10th July 2025
૨૩ લાખમાં ગોલ્ડન વિઝાઃ કોઇ યોજના નથી : યુએઈ
ભારતીયો સહિતનાને વિઝાની વાત યુએઇએ ફગાવી : નિયમોમાં ફેરફાર કર્યા હોવાના અહેવાલોમાં કોઇ હકીકત ન હોવાની સ્પષ્ટતા

દુબઇ,તા.૧૦: ૨૩ લાખ રૂપિયામાં યુએઇ આજીવન ગોલ્ડન વિઝા આપશે તેવા અહેવાલો સામે આવ્યા હતા. જોકે હવે યુએઇના અધિકારીઓએ કહ્યું છે કે ગોલ્ડન વિઝા આપવાની સરકારની કોઇ યોજના નથી. સાથે જ ગોલ્ડન વિઝા આપશે તેવા આંતરરાષ્ટ્રીય મીડિયાના રિપોર્ટને પણ ફગાવ્યા છે.
યુએઇની ફેડરલ ઓથોરિટી દ્વારા ભાત સહિત કેટલાક દેશોના નાગરિકોને આજીવન ગોલ્ડન વિઝા આપવાની વાત ફગાવી હતી. સાથે જ કહ્યું હતું કે યુએઇના તમામ ગોલ્ડન વિઝાની અરજીઓ માટેના તમામ નિયમો અગાઉથી જ કાયદામાં દર્શાવવામાં આવેલા છે. ગોલ્ડન વિઝા અંગે જે પણ લોકો જુઠા અહેવાલો ફેલાવી રહ્યા છે તેમની સામે કાયદાકીય પગલા લેવામાં આવશે. અગાઉ એવા રિપોર્ટ સામે આવ્યા હતા કે યુએઇએ પોતાના વિઝા નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. અને એક ચોક્કસ રકમમાં યુએઇ આજીવન નાગરિકતા આપી શકે છે જેને ગોલ્ડન વિઝા તરીકે ઓળખવામાં આવે છે.(૪૦.૪)
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
