News of Thursday, 10th July 2025
આ ગુજરાતનું વિકાસ મોડલ છે ભાઈ.. કયારે શું પડી જાય તે કહેવાય નહીં...
રાજ્યમાં વારંવાર દુર્ઘટનાઓની વણઝાર બાદ લોકોનો સોશિયલ મીડિયા થકી ભયંકર રોષ ઠાલવ્યો : શાસકો બોધપાઠ કયારે લેશે તે સવાલ

નવી દિલ્હી,તા.૧૦: આણંદથી વડોદરાને જોડતો મહિસાગર નદી પરનો ગંભીરા પુલ જર્જરિત સ્થિતિમાં છે તેવી તંત્રને જાણકારી છતાં તે તૂટી પડતા અને અનેક વ્યક્તિઓનો ભોગ લેવાતા રાજ્યભરમાં સ્થાનિકથી લઈને ગાંધીનગર સુધીના તંત્રની બેદરકા રી સામે ભારે રોષ વ્યક્ત કરાયો હતો. અગાઉ આ પુલને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવો જોઈએ તેવી પણ જાણકારી અપાઈ હતી તેમ છતાં તેને ચાલુ રખાતા હવે સરકાર કોઇ અધિકારી જેલભેગા થાય તેવા પગલાં ભરશે કે સમિતિઓ રચી તપાસનું નાટક કરી લોકોને ઘટના ભૂલાવી દેશે, તેવી લાગણી લોકોએ સોશિયલ મીડિયામાં વ્યક્ત કરાઈ હતી. ગુજરાતના રહીશો વારંવાર માનવ સર્જિત અને જવાબદાર તંત્રની નઘરોળ બેદરકારીના કારણે દુર્ઘટનામાં જીવ ગુમાવી રહ્યા છે તેની સામે ગાંધીનગરમાં બેઠેલા શાસકો કોઈ બોધપાઠ લેતા નથી તેવો સૂર વ્યક્ત થઇ રહ્યો છે.(૪૦.૨)
હવે તો ઘરેથી નીકળતા બીક લાગે છે કે... સોશિયલ મીડિયા પર ફરતા થયેલા મેસેજ
* સહાય-સહાય-સહાય, સમિતિ-સમિતિ-સમિતિ, તપાસ તપાસ-તપાસ, નાટક નાટક-નાટક...
* હવે તો ઘરેથી નીકળતા બીક લાગે છે કે સુરક્ષિત પાછા પહોંચીશું કે નહીં
* આ તો ગુજરાતનું વિકાસ મોડલ છે ભાઇ... કયારે શું પડી જાય તે કહેવાય નહી
* જવાબઘર કોણ છે અધિકારીઓ કે ગાંધીનગરમાં બેઠેલા નેતાઓ
* રસ્તા ઉપર ખાડાથી માંડ બચતા હતા પણ પુલ જ પડી જાય તો બચવાની ટેકનીક પણ હવે શીખવી પડશે
* દાખલો બેસાડો, દાદા જવાબદારોના ઘર પર બુલડોઝર ફેરવો
* મોરબી, વડોદરા, સુરત, રાજકોટ, ગંભીરા.... હવે તો શરમ આવે છે કે નહીં
* પુલની નીચેથી પસાર થઈએ તો તૂટી પડવાનો ડર અને ઉપરથી જઇએ તો પુલ તૂટી પડવાની બીક
* ગુજરાતની જનતા કેટલું સહન કરશે
* તપાસના નામે એક-બે અધિકારીને કાઢી મૂકાશે પણ કોઇ મંત્રીનું રાજીનામું સરકાર લઇ બતાવે તો ખરી
* રોડ અને પુલના કામમાં ઉપરથી નીચે સુધી હપ્તા પહોંચે છે તે વિના આટલા ખાડા રોડ પર ના પડે
* અધિકારીઓને ગાંધીનગરમાંથી બહાર કાઢો અને આખા રાજ્યમાં દો ડાવો
* લોકો હવે એટલા અસંવેદનશીલ થઇ ગયા છે કે પોતાની ઉપર ન વિતે ત્યાં સુધી વિરોધ પણ નથી કરતા
* ૪ લાખની વર્ષોથી અપાતી સહાય એક કરોડ કરો
* પ્રજાની પીડા ન સમજે તો પણ હજુ કેટલી વાર મત આપશો
* નેતાઓ તો દુઃખ વ્યક્ત કરી સહાય જાહેર કરી દેશે પણ જેમણે જીવ ગૂમાવ્યા તેનું શું
* જો કામ ન કરી શકો તો રાજીનામુ આપી દો પણ હવે નાગરિકોના જીવ સાથે રમત બંધ કરો
* કોઈપણ દુર્ઘટના થાય પછી જ તંત્રની આંખ ઉઘડે છે તો કાયમ ખુલ્લી કેમ નથી રાખતા
* બ્રિજનો ગાળો નહીં આખો બ્રિજ જ ધબાય નમઃ કહેવાય
* મળદુ અને મક્કમની નહીં પણ હવે અધિકારીઓ ફફડે તેવા કડક અને નિર્ણાયકની જરૂર છે
છેલ્લા થોડા સમયમાં થયેલી દુર્ઘટનામાં કડક તપાસના આદેશ પછી શું.....
* કાંકરીયા રાઇડ
* વડોદરા હરણી બોટકાંડ
* મોરબી ઝુલતા પુલ
* ગંભીરા પુલ
* રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ
*અમદાવાદ શ્રેયસ હોસ્પિટલ અગ્નિકાંડ
* સુરત તક્ષશિલા અગ્નિકોડ
* ભરૂચ હોસ્પિ. અગ્નિકાંડ
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
