<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

પાદરાના ગંભીરા બ્રિજના તૂટી પડવાની દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 16 થયો : હજુ 3 લોકો લાપતા

ગોધરા જિલ્લાના સરસવા ગામના સુખાભાઈ વસાવા, આણંદ જિલ્લાના દહેવાણના રહેવાસી રઇજીભાઈ રતનસિંહ પરમાર અને આણંદ જિલ્લાના આકલાવ તાલુકાના બામણગામના દિલીપભાઈ ઇશ્વરભાઇ પઢીયારની શોધખોળ

વડોદરા જિલ્લાના પાદરા નજીક આવેલ મુજપુર ખાતે આવેલા ગંભીરા બ્રિજના તૂટી પડવાની દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 16 થયો છે, જ્યારે હજુ પણ 3 લોકો લાપતા છે. સ્થળ પર રેસ્ક્યૂ ટીમો સતત શોધખોળમાં લાગેલી છે.

લાપતા લોકોમાં ગોધરા જિલ્લાના સરસવા ગામના સુખાભાઈ વસાવા, આણંદ જિલ્લાના દહેવાણના રહેવાસી રઇજીભાઈ રતનસિંહ પરમાર અને આણંદ જિલ્લાના આકલાવ તાલુકાના બામણગામના દિલીપભાઈ ઇશ્વરભાઇ પઢીયારના નામ સામે આવ્યા છે.

પરિવારજનોના દિલદહાળ વિલાપ વચ્ચે તંત્ર દ્વારા લાપતા વ્યક્તિઓના શોધકાર્યમાં તેજી લાવવામાં આવી છે. 

NDRF, SDRF સહિત ફાયર વિભાગની ટીમો સતત તળાવના પાણી અને કાદવમાં શોધખોળ કરી રહી છે. સ્થાનિક લોકોએ પણ રાહતકાર્યમાં સહભાગીતા આપી છે. દુર્ઘટનાના 30 કલાક પછી પણ લાપતા લોકોના મૃતદેહ ન મળતાં પરિવારોમાં ચિંતાજનક સ્થિતિ છવાઈ છે. તંત્રએ લોકોના સહયોગ અને ધૈર્યની અપીલ કરી છે.

(7:04 PM IST)