હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 10th July 2025
૭૧ વર્ષના દાદાએ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનીને રચ્યો ઇતિહાસ

જયપુર તા.૧૦: જયપુરમાં સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયામાંથી નિવળત્ત થયેલા ૭૧ વર્ષના તારાચંદ અગ્રવાલે તાજેતરમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્સીની પરીક્ષા પાસ કરી છે. સીએનો અભ્યાસ ખૂબ જ ચૅલૅન્જિંગ હોય છે, પરંતુ અગ્રવાલે ઢળતી ઉંમરે પણ દૃઢ ઇચ્છાશક્તિ સાથે આ લક્ષ્ય પ્રાપ્ત કર્યું હતું. બૅન્કમાંથી રિટાયર થયા પછી તેમણે સાવ નવરા બેસી રહેવાને બદલે તેમના રસના વિષયને વધુ આગળ વધારવા માટે ભણવાનું ચાલુ કર્યું હતું. એમાં જ તેમને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનવાનો વિચાર આવ્યો અને તેમણે એમાં ઝંપલાવી દીધું. હવે તેઓ પ્રેકટીસ કરવા વિચારે છે.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
