<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

ગર્લફ્રેન્‍ડ ગર્ભવતી થઈ તો બોયફ્રેન્‍ડે રબડીમાં ગર્ભપાતની ગોળી ભેળવીને ખવડાવી દીધીઃ લગ્ન કરવાનો ઇન્‍કાર કરી દીધો

પુણેના હિંજેવાડી વિસ્‍તારમાં એક સનસનાટીભર્યો કિસ્‍સોઃ એન્‍જિનિયરે લગ્નના બહાને તેની ગર્લફ્રેન્‍ડનું જાતીય શોષણ કર્યુ

પુણે તા.૧૦: પુણેના હિંજેવાડી વિસ્‍તારમા એક યુવાન એન્‍જિનિયરે રબડીમાં ગર્ભપાતની ગોળીઓ ભેળવીને તેની ગર્લફ્રેન્‍ડનો ગર્ભપાત કરાવ્‍યો. આ ઘટના બાદ, પીડિતાએ હિંજેવાડી પોલીસ સ્‍ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ જાતીય શોષણ અને ગર્ભપાત કરાવવા માટે દબાણ કરવાનો કેસ દાખલ કર્યો છે.  આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.

આરોપીની ઓળખ આદર્શ તરીકે થઈ છે, જે વ્‍યવસાયે એન્‍જિનિયર છે અને હિંજેવાડી સ્‍થિત એક ખાનગી કંપનીમાં કામ કરે છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ૨૮ વર્ષીય પીડિતા ઇલેક્‍ટ્રિકલ કોન્‍ટ્રાક્‍ટર છે અને ૨૦૧૮ થી આદર્શ સાથે પ્રેમ સંબંધમાં હતી. બંને કોલેજના દિવસોથી એકબીજાને ઓળખતા હતા. પીડિતાનો આરોપ છે કે આદર્શે લગ્નના બહાને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્‍યા હતા. જ્‍યારે પણ તે લગ્ન વિશે વાત કરતી ત્‍યારે આદર્શ આ વિષયને ટાળી દેતો.

આરોપ છે કે વર્ષ ૨૦૨૪ માં, આદર્શે એક હોટલમાં તેનું જાતીય શોષણ કર્યું હતું અને જ્‍યારે તેણીએ વિરોધ કર્યો ત્‍યારે તેને માર પણ માર્યો હતો. આદર્શનો જન્‍મદિવસ ૨૩ જૂન ૨૦૨૫ ના રોજ હતો, આ પ્રસંગે પીડિતા યવતમાળથી પુણે આવી હતી. તે જ સમયે, પીડિતાને આદર્શના મોબાઇલમાં અન્‍ય છોકરીઓ સાથેના સંબંધોના પુરાવા મળ્‍યા. તે પછી ગર્ભવતી થઈ ગઈ, પણ આદર્શે તેની સાથે લગ્ન કરવાનો સ્‍પષ્ટ ઇનકાર કરી દીધો.

પીડિતાએ પોલીસને આપેલી ફરિયાદમાં કહ્યું છે કે આરોપી આદર્શ  અન્‍ય છોકરીઓ સાથે પણ સંબંધમાં હતો. આદર્શની જૂની ગર્લફ્રેન્‍ડ પણ મળી ગઈ, જેણે આદર્શના બધા રહસ્‍યો ખોલી નાખ્‍યા. આદર્શે લગ્નના બહાને તેનું પણ જાતીય શોષણ કર્યું હતું. પોલીસ એફઆઇઆર નોંધી છે

(11:50 AM IST)