તા. ૨૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૨ સોમવાર
હવે મોરબીમાં મોરે મોરા:કાંતિભાઈએ આપી ગોપાલ ઇટાલિયાને મોરબીથી ચૂંટણી લડવા ચેલેન્જ : ઇટાલિયાએ પડકાર સ્વીકર્યો
કાંતિભાઈ અમૃતિયાએ કહ્યું તેઓ રાજીનામું આપવા તૈયાર : ગોપાલ ઇટાલિયાએ કહ્યું - હિંમત બતાવીને 12 તારીખ સુધીમાં રાજીનામું આપે

વિસાવદરનાં AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા અને મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા વચ્ચે હવે શાબ્દિક પ્રહાર ચરમસીમાએ પહોંચ્યો છે. વાતની શરૂઆત થઇ ત્યારે કે જયારે મોરબી MLA કાંતિભાઈ અમૃતિયાએ પત્રકારો સાથે વાતચીત દરમિયાન ગોપાલ ઈટાલીયાને મોરબીથી ચૂંટણી લડવા અને જીતવા માટે ઓફર કરી અને આ તરફ ગોપાલ ઇટાલિયાએ પણ ચેલેન્જ સ્વીકારી લીધી. આ ચર્ચાઓની વચ્ચે કાંતિ અમૃતિયાનું નિવેદન સામે આવ્યું કે, તેઓ રાજીનામું આપવા તૈયાર છે. જોકે હવે જોવાનું એ છે કે, બંનેમાંથી કોણ રાજીનામું આપે છે ? જેથી હવે આગામી દિવસોમાં ગુજરાતનું રાજકારણ ગરમાઈ શકે છે.
મોરબીમાં વરસાદના લીધે ઉભી થયેલ પરિસ્થિતિ બાદ હાથ ધરાયેલ કામગીરીનું નિરીક્ષણ કરવા ગયેલા ધારાસભ્ય આપેલા નિવેદનથી રાજકીય ગરમાવો વધી ગયો છે. મોરબીના વીસીપરા, પંચાસર રોડ, નાની કેનાલ રોડ વિગેરે વિસ્તારમાં રાત્રિના સમયે થતી કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ધારાસભ્ય, કલેકટર અને કમિશનર પહોંચ્યા હતા. નોંધનીય છે કે, છેલ્લા દિવસોમાં થયેલ આંદોલનોમાં વિસાવદર વાળી કરવાની વારંવાર ચિમકી ઉચ્ચારી તે અંગેના પ્રશ્ન પૂછવામાં આવતા ધારાસભ્યએ જવાબ આપ્યો છે.
મોરબીના ભાજપ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ તાજેતરમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે, 20 વર્ષ પહેલા મારી પત્નીએ ગોપાલ ઇટાલીયાને જવાબ આપ્યો હતો અને ચૂંટણી લડવી હોય તો હું રાજીનામું આપી દઈશ અને જો જીતી જાય તો બે કરોડ આપીશ.
AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ મોરબીના ધારાસભ્યની ચેલેન્જ સ્વીકારીને કહ્યું કે, મોરબીના ધારાસભ્ય બે દિવસમાં રાજીનામું આપે, હું તેમની સામે ચૂંટણી લડવા તૈયાર છું. અ સાથે તેમને કહ્યું કે, મોરબીના ધારાસભ્ય હિંમત બતાવીને 12 તારીખ સુધીમાં રાજીનામું આપે. ગોપાલ ઈટાલીયાએ કહ્યું કે, ધારાસભ્યને ખબર છે કે કામની ચેલેન્જ મારી શકાય તેમ નથી કારણ કે કામ થયા નથી. મોરબીના અનેક પોશ વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ જાય છે. 30 વર્ષના ધારાસભ્ય મને ચેલેન્જ મારે છે એ જ એમની સૌથી મોટી નિષ્ફળતા છે. 30 વર્ષ સુધી વોટ આપનાર જનતાએ મોરબીના ધારાસભ્યને સવાલ પૂછતા ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાયું. 30 વર્ષ સુધી જનતાએ વોટ આપ્યા ત્યારે જનતા તમને પસંદ હતી, પણ હવે જ્યારે લોકોએ રોડ, રસ્તા અને ચોમાસાના ભરાતા પાણી મુદ્દે સવાલ પૂછ્યા તો ધારાસભ્યને ગમતું નથી









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
