હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદનું રેડ એલર્ટ : ગુરુ ગ્રામમાં દોઢ કલાકમાં ચાર ઇંચ ખાબક્યો
દિલ્હીમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા : કલાકો સુધી ટ્રેફિક જામ : ખરાબ હવામાનના કારણે 6 ફ્લાઇટ ડાયવર્ટ કરાઈ

નવી દિલ્હી :દિલ્હી-એનસીઆરમાં આજે ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગઈકાલે એટલે કે બુધવારે ખરાબ હવામાનને કારણે 6 ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી. કેટલીક ફ્લાઇટ્સ ખરાબ હવામાનને કારણે મોડી પણ પડી હતી. ભારે વરસાદને કારણે દિલ્હીના ઘણા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને કલાકો સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો.
ગુરુગ્રામમાં ભારે વરસાદે રસ્તાઓ પાણી પાણી કરી નાખ્યા હતા. ગુરુગ્રામના અનેક રસ્તાઓ પર પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. વાહનો પાણીમાં તરતા જોવા મળ્યા હતા. રસ્તાઓ પર ચાલતા લોકોની કમર સુધી પાણી આવી ગયું હતું. ગુરુગ્રામમાં બુધવારે સાંજે 90 મિનિટમાં 103 મીમી વરસાદ પડ્યો હતો. છેલ્લા 12 કલાકમાં 133 મીમી વરસાદ નોંધાયો છે. ગુરુગ્રામ જિલ્લા વહીવટીતંત્રે એક એડવાઇઝરી જારી કરીને તમામ કોર્પોરેટ ઓફિસો અને ખાનગી સંસ્થાઓને તેમના કર્મચારીઓને ઘરેથી કામ આપવા સલાહ આપી છે.
બીજી તરફ જબલપુર, રેવા, શહડોલ, સાગર સહિત મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓમાં પૂરની સ્થિતિ છે. બુધવારે નરસિંહપુરમાં નદીમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત થયા હતા. તે જ સમયે, હરિયાણાના કૈથલમાં તળાવમાં નહાવા ગયેલા 3 બાળકો ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા.
મહારાષ્ટ્રના નાગપુરમાં ભારે વરસાદને કારણે 71 ગામોનો જિલ્લા મુખ્યાલય સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. બોરગાંવમાં 35 વર્ષીય યુવક વહેતા નાળામાં તણાઈ ગયો હતો. આ ઉપરાંત ઉપ્પલવાડીમાં પણ 18 વર્ષીય છોકરાનું મોત થયું હતું. આ ઉપરાંત મહારાષ્ટ્રના નાગપુરમાં 9 જૂલાઈ સુધી શાળાઓ પણ બંધ રાખવામાં આવી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
