<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓની દિલ્હીમાં બેઠક પૂર્ણ : : નવા પ્રદેશ પ્રમુખ સહીત અનેક મુદ્દે હાઇકમાન્ડ સાથે ચર્ચા

રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી બોલાવ્યા : મલ્લિકા અર્જુન ખડગેની અધ્યક્ષમાં યોજાયેલી બેઠકમાં નવા પ્રદેશ પ્રમુખ અંગે ચર્ચા

નવી દિલ્હી :દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓની બેઠક મળી હતી. મલ્લિકા અર્જુન ખડગેની અધ્યક્ષમાં યોજાયેલી બેઠકમાં ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેને લઈને ચર્ચા કરવામાં આવી.  દિલ્હીમાં સોનિયા ગાંધીની નિવાસસ્થાને મળેલી સિનિયર નેતાઓની બેઠક પૂર્ણ થઈ છે. આ બેઠકમાં પરેશ ધાનાણી, ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, જીગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ સુખરામ રાઠવા સહિતના નેતાઓ હાજર રહ્યા  હતા. 

 

ગુજરાતમાં યોજાયેલી વિસાવદર અને કડી વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ શક્તિસિંહ ગોહિલે પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ હવે નવા પ્રમુખની નિમણૂક ન થાય ત્યાં સુધી શૈલેષ પરમારને કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવતા વિવિધ સમાજ ખાસ કરીને પાટીદાર અને કોળી સમાજમાં નારાજગી વ્યપી છે. ગુજરાતમાં રાજકીયર ગરમાવો વચ્ચે  પાટીદાર અને કોળી સમાજે ગુજરાત કોંગ્રેસનું અધ્યક્ષ પદ આપવા માગ કરી છે. જેને લઈને રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓને આજે દિલ્હી બોલાવ્યા હતા. દિલ્હીમાં કોંગ્રેસે મેગા મીટિંગનું આયોજન કર્યું હતું. આ બેઠક મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં આવી છે, જેમાં ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ અંગે ચર્ચા કરવામાં આવી છે.

 

દિલ્હી ખાતે યોજાનારી બેઠકમાં ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી, શક્તિસિંહ ગોહિલ, ગેનીબહેન ઠાકોર, શૈલેષ પરમાર સહિતના નેતાઓ હાજરી આપશે. ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ કોને સોંપવું તેને લઈને રાહુલ ગાંધી સાથે ચર્ચા કરવામાં  કરવામાં આવી છે. ત્યારે આ પદની જવાબદારી કોને સોંપવામાં આવશે તેને લઈને રાજકીય અટકળોએ જોર પકડ્યું છે. હવે ટુંક જ સમયમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની જાહેરાત થશે.આ ઉપરાંત પાટીદાર સમાજે પણ રાહુલ ગાંધીને મળવા માટે સમય માગ્યો છે.

(11:11 PM IST)