<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th July 2025

ડોનાલ્‍ડ ટ્રમ્‍પે કેનેડા પર ૩૫% ટેરિફ લાદ્યોઃ ૧ ઓગસ્‍ટથી અમલ

ટ્રમ્‍પે ફરી એકવાર ટેરિફ બોમ્‍બ ફોડ્‍યોઃએક સત્તાવાર પત્ર જાહેર કરીને કેનેડા પ્રત્‍યે નારાજગી વ્‍યક્‍ત કરી અને લખ્‍યું અમે કેનેડા સાથે વેપાર ચાલુ રાખીશું પરંતુ હવે નવા નિયમો હેઠળ

 

 

વોશીંગ્‍ટન તા.૧૧: યુએસ રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ફરી એકવાર તેમના ટેરિફ ચાબુકનો ઉપયોગ શરૂ કર્યો છે અને  કેનેડિયન ઉત્‍પાદનો પર ૩૫% ટેરિફની જાહેરાત કરી છે. આ નવી આયાત ડ્‍યુટી ૧ ઓગસ્‍ટ, થી અમલમાં આવશે અને યુએસમાં આયાત થતી દરેક કેનેડિયન વસ્‍તુને અસર કરશે. ટ્રમ્‍પે તેને ઁકેનેડાના વળતા હુમલાઁ અને વેપાર અવરોધોના જવાબમાં લેવામાં આવેલા પગલા તરીકે વર્ણવ્‍યું છે. આ અગાઉ બ્રાઝિલ પર ૫૦ ટકા ટેરિફ લાદવામાં આવ્‍યો હતો.

ટ્રમ્‍પે સાંજે એક સત્તાવાર પત્ર જાહેર કરીને કેનેડા પ્રત્‍યે નારાજગી વ્‍યક્‍ત કરી અને લખ્‍યું, અમે કેનેડા સાથે વેપાર ચાલુ રાખીશું, પરંતુ હવે નવા નિયમો હેઠળ. પત્રમાં તેમણે ખાસ કરીને અમેરિકાને ફેન્‍ટાનાઇલ જેવી ઘાતક દવાઓના પુરવઠા અને ડેરી ક્ષેત્રમાં વેપાર અસંતુલનનો મુદ્દો ઉઠાવ્‍યો. ડોનાલ્‍ડ ટ્રમ્‍પના મતે કેનેડા આપણા ડેરી ખેડૂતો પર ૪૦૦% સુધીનો કર લાદે છે, તે પણ જ્‍યારે તેમને કેનેડામાં વેચવાની મંજૂરી આપવામાં આવે છે. તેમણે તેને માત્ર આર્થિક નુકસાન જ નહીં પરંતુ રાષ્‍ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત મુદ્દો ગણાવ્‍યો. વેપાર ખાધ ફક્‍ત આપણા અર્થતંત્ર માટે જ નહીં પરંતુ રાષ્‍ટ્રીય સુરક્ષા માટે પણ ખતરો છે.

ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ટેરિફ લાદીને કેનેડાને માત્ર આંચકો આપ્‍યો નથી. પરંતુ તેને ધમકી પણ આપી છે. ટ્રમ્‍પે પોતાના પત્રમાં સ્‍પષ્ટપણે કહ્યું હતું કે, જો કેનેડા અમેરિકન આયાત પર કોઈ બદલો લેવા માટે ટેરિફ લાદે છે તો અમેરિકા તે વધારો પણ ૩૫% થી ઉપર ઉમેરીને વસૂલ કરશે.

અગાઉ ટ્રમ્‍પ વહીવટીતંત્રે ૧ ઓગસ્‍ટ, ૨૦૨૫થી શ્રીલંકા, અલ્‍જેરિયા, ઇરાક, લિબિયા, ફિલિપાઇન્‍સ, મોલ્‍ડોવા અને બ્રુનેઈથી આવતા સાત વધુ દેશો પર નવા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ દેશોને મોકલવામાં આવેલા સત્તાવાર પત્રોમાં સ્‍પષ્ટતા કરવામાં આવી છે કે, અમેરિકા શ્રીલંકા, ઇરાક, અલ્‍જેરિયા અને લિબિયાથી આવતા માલ પર ૩૦% સુધીની ડ્‍યુટી લાદશે જ્‍યારે મોલ્‍ડોવા અને બ્રુનેઈથી આવતા ઉત્‍પાદનો પર ૨૫% ટેરિફ લાદવામાં આવશે અને ફિલિપાઇન્‍સથી આયાત પર ૨૦% ટેરિફ લાદવામાં આવશે. ટ્રમ્‍પે ચેતવણી પણ આપી છે કે જો આ દેશો અમેરિકન ઉત્‍પાદનો પર બદલો લેનારા કરમાં વધારો કરશે, તો તેઓ જે વધારો કરશે તે અમેરિકન ટેરિફમાં ઉમેરવામાં આવશે.(૩૮.૮)

(9:44 AM IST)