<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th July 2025

વારંવાર ઈએમઆઈ બાઉન્‍સ કરનારાઓની હવે ખેર નથી

રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયાએ કરી લાલ આંખઃ નવી ગાઈડલાઈન બહાર પાડી

 

 

મુંબઇ તા.૧૧: રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયા (RBI) દ્વારા હવે ઈએમઆઈ બાઉન્‍સને લઈને નવી ગાઈડલાઈન બહાર પાડી છે જેના કારણે લોન લેનારાઓમાં ખળભળાટ મચી ગયો છે. આ નવી ગાઈડલાઈન્‍સને કારણે લોન લેનારાને ઈએમઆઈ બાઉન્‍સ થવાની ઘટનામાં જેલ જવું પડી શકે એવી સ્‍થિતિ પેદા થાય છે.

આરબીઆઈની નવી ગાઈડલાઈન્‍સ નુસાર વારંવાર ઈએમઆઈ બાઉન્‍સ થવાની સ્‍થિતિમાં લેણદારને જેલ મોકલવાનો નિર્ણય અંતિમ ઉપાય તરીકે જ લેવામાં આવશે, જ્‍યારે બાકીના તમામ ઉપાયો નિષ્‍ફળ થઈ જશે.

અનેક વખત લેણદાર કોઈને કોઈ કારણસર લોનના હપ્તા ભરવાનું ચૂકી જાય છે, જેમાં અચાનક આવક ઘટી જવી, ફાઈનાન્‍શિયલ મેનેજમેન્‍ટમાં ગડબડ કે અચાનક આવી પડેલાં ખર્ચ પ્રમુખ કારણો છે. જેને કારણે લોન લેનારાઓના ઈએમઆઈ બાઉન્‍સ થઈ જાય છે એવું એક સર્વેમાં જાણવા મળ્‍યું હતું.

આ સમસ્‍યાઓનું સમાધાન કરવા માટે લેણેદારોએ પોતાના બજેટને યોગ્‍ય રીતે મેનેજ કરીને ચાલવું જોઈએ અને પોતાના ખર્ચને નિયંત્રણમાં રાખવા જોઈએ.

જો તમારા ઈએમઆઈ પણ વારંવાર બાઉન્‍સ થતાં હોય તો તમારે એના ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. આનાથી તમારા ક્રેડિટ સ્‍કોર પર તો નેગેટિવ અસર થાય જ છે પણ એની સાથે સાથે તમારી માર્કેટ વેલ્‍યુ પણ ડાઉન થાય છે. ઉપરાંત કાયદેસર કાર્યવાહી પણ થઇ શકે છે.(૩૮.૪)

(9:47 AM IST)