News of Friday, 11th July 2025
વીમો ધરાવતા દર્દીઓને લૂંટતી ખાનગી હોસ્પિટલો પર લગામ કસાશે
વીમા ચૂકવણીના પોર્ટલનું સંચાલન નાણાં મંત્રાલયને અધિન કરવા વિચારણા

નવી દિલ્હી,તા.૧૧: ખાનગી હોસ્પિટલો દ્વારા દર્દીઓ પાસેથી વસૂલાતા કમરતોડ બિલ પર લગામ કસવા તથા આરોગ્ય વીમાનું પ્રીમિયમ લોકોને પરવડે તેવું થાય તે માટે સરકારે પ્રયાસ શરૂ કર્યા છે. આ માટે સરકાર આરોગ્ય વીમાના દાવાઓની ચૂકવણી માટેના ડિજિટલ પોર્ટલ નેશનલ હેલ્થ ક્લેઈમ્સ એક્સચેન્જને નાણાં મંત્રાલય અને ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓફ ઈન્ડિયા(ઈરડાઈ)ના સંયુક્ત નિરીક્ષણ હેઠળ લાવાની તૈયારી કરી રહી છે. હાલમાં આ પોર્ટલનું સંચાલન આરોગ્ય મંત્રાલય કરી રહ્યું છે.
વિવિધ પ્રકારની સારવારના બ્હાને દર્દીઓ પાસેથી વસૂલવામાં આવતા જંગી ચાર્જીસને કારણે જ આરોગ્ય વીમાના પ્રીમિયમની રકમ સતત આસમાને આંબી રહી હોવાનું ધ્યાન પર આવતા સરકાર તેના પર નિયંત્રણ મુકવા સક્રિય બની છે.
સરકાર તથા ઈરડાઈ દ્વારા કરાયેલી એક તપાસમાં, મોટાભાગની હોસ્પિટલ્સ દર્દીઓ પાસેથી ખાસ કરીને ઊંચી રકમનું વીમા કવર ધરાવતા દર્દીઓ પાસે સારવાર પેટે જંગી રકમ વસૂલતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. વીમાના દાવાની મોટી રકમની ચૂકવણીને લીધે વીમા કંપનીઓ પોતાનું નુકસાન ભરપાઈ કરવા -ીમિયમની રકમ વધારી દે છે અને અંતે તેનો બોજ ગ્રાહક પર જ પડે છે.
૨૦૨૪-૨૫ના પ્રથમ ૧૦ મહિના દરમિયાન ભારતમાં આરોગ્ય વીમા પ્રીમિયમની રકમનો આંક રૂ. એક લાખ કરોડને પાર કરી ગયો છે, જે ગત વર્ષની તુલનાએ ૧૦ ટકાની વળદ્ધિ દર્શાવે છે. વીમા બજારમાં વ્યક્તિગત આરોગ્ય વીમાનો હિસ્સો ૩૮ ટકા જેટલો છે, જે ૧૩.૫ ટકાની વળદ્ધિ સૂચવે છે. કેટલીક કંપનીઓના આરોગ્ય વીમાના પ્રીમિયમમાં તાજેતરના સમયમાં ૧૦ ટકાથી વધુનો વધારો થયો છે. જેને લીધે આરોગ્ય વીમા પોલિસી પરનો ૧૮ ટકા જીએસટી દૂર કરવાની માગ પ્રબળ બની છે.(૪૦.૩)
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
