<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th July 2025

પાકિસ્‍તાનમાં ૯ બસ મુસાફરોનું અપહરણ કરીને હત્‍યા

લાહોર જતી બસને રોકીને આતંકી ઘટનાને અંજામ આપવામાં આવ્‍યો

 

 

ગુજરાંવાલા તા.૧૧:  પાકિસ્‍તાનમાં, હુમલાખોરોએ એક ચાલતી બસ રોકી અને ૯ મુસાફરોનું અપહરણ કર્યું અને બાદમાં તેમની હત્‍યા કરી દીધી. આ દુઃખદ ઘટના બલુચિસ્‍તાનના ઝોબ વિસ્‍તારમાં બની હતી.  બલુચિસ્‍તાનમાં આ એક ભયાનક આતંકવાદી ઘટના સર્જાઇ છે, જ્‍યાં કાલેટાથી લાહોર જઈ રહેલી એક પેસેન્‍જર બસને  સશષા હુમલાખોરોએ રોકી હતી. આ પછી, બંદૂકધારીઓએ બસમાં મુસાફરોના ઓળખપત્રો તપાસ્‍યા અને પંજાબ પ્રાંતના નવ પુરુષ મુસાફરોને પસંદ કરીને તેમનું અપહરણ કર્યું. બાદમાં તેની હત્‍યા કરવામાં આવી હતી.

અપહરણ કરાયેલા મોટાભાગના મુસાફરો મંડી બહાઉદ્દીન, ગુજરાંવાલા અને વઝીરાબાદના રહેવાસી તરીકે ઓળખાયા છે. તેમના અપહરણના એક થી દોઢ કલાકમાં, તેમના મળતદેહ નજીકના ડુંગરાળ વિસ્‍તારમાં પુલ નીચેથી મળી આવ્‍યા હતા. તે બધાને ખૂબ નજીકથી ગોળી મારીને હત્‍યા કરવામાં આવી હતી. સ્‍થાનિક ડેપ્‍યુટી કમિશનર હબીબુલ્લાહ મુસાખેલના જણાવ્‍યા અનુસાર, હુમલાખોરોની સંખ્‍યા લગભગ ૧૦ થી ૧૨ હતી. તેમણે સુરક્ષા દળો પર પણ રોકેટ-પ્રોપેલ્‍ડ ગ્રેનેડ (RPG) અને ઓટોમેટિક હથિયારોથી પણ હુમલો કર્યો અને પછી ભાગી ગયા.

પાકિસ્‍તાન સરકાર અને બલુચિસ્‍તાન પ્રશાસને તેને આયોજિત આતંકવાદી હુમલો ગણાવ્‍યો છે અને તેની સખત નિંદા કરી છે. પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે મળતકોના પરિવારજનો પ્રત્‍યે ઊંડી સંવેદના વ્‍યક્‍ત કરી અને ગુનેગારોને જલ્‍દી પકડીને કડક સજા આપવાનું વચન આપ્‍યું. (૩૮.૧૪)

(10:18 AM IST)