News of Friday, 11th July 2025
સહી અને ડીન નંબર વિનાની જીએસટી નોટિસ માન્ય ન ગણી શકાયઃ હાઈકોર્ટ
તેલંગાણા-આંધ્રપ્રદેશ હાઇકોર્ટના ચુકાદાથી સીબીઆઈસીનો નિર્ણય ફેરવાઈ શકે

અમદાવાદ તા.૧૧: વેપારીને આપવામાં આવતી નોટિસમાં ફરજિયાત ડીન નંબર અને અધિકારીની સહી હોવી જોઈએ તેવો નિર્ણય જીએસટીમાં પહેલા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ડીન નંબર અને સહી વિનાની પણ નોટિસ માન્ય ગણવાની વાત સીબીઆઇસીએ કરી હતી. જોકે હાલમાં જ તેલંગાણા અને આંધ્ર-દેશ હાઈકોર્ટે ડીન નંબર અને સહી વિનાની નોટિસ માન્ય નહીં ગણાય તેવો ચુકાદો આપ્યો છે. તેના કારણે સીબીઆઇસીએ થોડા સમય પહેલા કરેલી જાહેરાત ફેરવી તોળવાની સ્થિતિ ઊભી થઇ છે.
વેપારીને જીએસટી વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવે તો તે નોટિસ કયા કારણોસર આપવામાં આવી છે તેની જાણકારી તમામને ઓનલાઈન થઈ શકે તે માટે ફરજિયાત ડીન નંબર (ડોકયુમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબર) નોટિસ પર લખવો જરૂરી હતો. ત્યારબાદ સીબીઆઈસીએ ડીન નંબર વિના પણ નોટિસને માન્ય ગણી શકાય તેમ જણાવ્યું હતું. જોકે આ અંગે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં રિટ પિટિશન કરવામાં આવી હતી. કેટલાક તત્ત્વો દ્વારા અધિકારીઓના મેળાપીપણામાં વેપારીઓને પરેશાન કરવા માટે પણ નોટિસ આપવામાં આવતી હતી. ત્યારબાદ બારોબાર જ નોટિસ રદ કે દફતરે કરી દેવામાં આવતી હતી. પરંતુ તેમાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદ ઉઠતી હતી. આજ કારણોસર ડીન નંબર ફરજિયાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
અધિકારીઓના મેળાપીપણામાં નોટિસ નોટિસના ચાલતા ખેલ પર હવે લગામ લાગવાની શકયતા રહેલી છે. તેના લીધે વેપારીઓને પણ નોટિસનાં કારણોની જાણકારી સરળતાથી મળી રહેશે.(૩૮.૧૩)
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
