તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 11th July 2025
પૂર્વ આઇએએસ અને ઉર્જા મંત્રીને લોકોએ ઘેરતાં બોલતી બંધ!
ભીડમાં ‘‘જય શ્રીરામ'' કહીને નીકળી ગયા !

લખનૌ તા.૧૧: ગુજરાતના ભૂતપૂર્વ આઇએએસ અરવિંદ કુમાર શર્મા જેઓ લાંબા સમયથી વડા-ધાન મોદી સાથે કામ કરી ચૂકયા છે, તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં યુપીના લોકો ઉત્તર પ્રદેશની યોગી સરકારમાં ઉર્જા મંત્રી તરીકે કાર્યરત એ.કે. શર્માને વીજળીની સમસ્યા અંગે ફરિયાદ કરે છે, જેના જવાબમાં લોકોને ખાતરી આપવાને બદલે મંત્રી શર્મા જય શ્રી રામ કહે છે અને કારમાં બેસી ચાલ્યા ગયા.
લોકો શર્માના આ વીડિયોની આકરી ટીકા કરી રહ્યા છે કે, ‘‘ધર્મના નામે ચૂંટણીમાં મતદાન કર્યા પછી લોકોને વીજળી માંગવાનો અધિકાર નથી. જો સામાન્ય લોકો રસ્તા, વીજળી, શિક્ષણ, રોજગાર વગેરેની માંગણી કરવા લાગે, તો પછી ધર્મના ઠેકેદાર બનીને ધાર્મિક બનીને નારા લગાવનારા નેતાઓની કોણ પરવા કરશે?''
એ.કે. શર્માનો આ વીડિયો જોઈને એ પણ પ્રશ્ન થાય છે કે ગુજરાતમાં શર્માજી કેવા પ્રકારની નોકરશાહી ચલાવતા હશે કે લોકોની સમસ્યાઓ જાહેરમાં સાંભળવાને બદલે, તેઓ હાથ જોડીને કારમાં બેઠા? લોકો ખરાબ રસ્તાઓ, તૂટેલા પુલ વગેરે જેવી જાહેર સેવાઓની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.(૩૮.૧૨)
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
