<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th July 2025

એકટર બ્રેડ પિટે પહેરેલા શર્ટનું છે ગુજરાત સાથે ખાસ કનેક્‍શન

સુરેન્‍દ્રનગરની લગભગ ૭૦૦ વર્ષ જૂની કલા હવે હોલિવૂડ સુધી પહોંચીઃ સુરેન્‍દ્રનગરના દેદાદરા, વસ્‍તાડી અને દેરવાડા જેવા ગામો ટાંગલિયા વણાટ માટે પ્રાથમિક કેન્‍દ્ર બન્‍યા છે. આ કળાનો ઉપયોગ હવે સાડીઓ, દુપટ્ટા, શર્ટ, કુર્તા સામગ્રી, ચાદર અને ઓશિકા કવર સહિત વિવિધ ઉત્‍પાદનો બનાવવા માટે પણ થાય છે

 

ન્‍યુયોર્ક તા.૧૧: ભારતની સંસ્‍કળતિ, કલા અને પારંપારિક પધ્‍ધતિથી બનેલી વસ્‍તુઓ દુનિયાના દરેક ખૂણે પહોંચી છે. આ વચ્‍ચે ગુજરાતના સુરેન્‍દ્રનગરની લગભગ ૭૦૦ વર્ષ જૂની કલા હવે હૉલિવૂડ સુધી પહોંચી છે. હૉલિવૂડ સ્‍ટાર બ્રૅડ પિટે તેની ફિલ્‍મ દરમિયાન એક ખાસ શર્ટ પહેર્યો હતો. આ શર્ટ એકદમ ખાસ હતો અને તેણે દરેકનું ધ્‍યાન ખેંચ્‍યું હતું. આ શર્ટ સુરેન્‍દ્રનગર જિલ્લાનું પ્રખ્‍યાત ટાંગલિયા વણાટ તકિનીકનો ઉપયોગ કરીને બનાવ્‍યો હતો, જેથી હવે તેને દુનિયાભરમાં પ્રસિદ્ધિ મળી રહી છે.

બ્રૅડ પિટની નવી ફિલ્‍મ ૨૭ જૂનના રોજ દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ. આ ફિલ્‍મના એક સીને દરેકનું ધ્‍યાન ખેંચ્‍યું છે ખાસ કરીને ભારતના લોકોનું, કારણ કે તેમાં બ્રૅડ પિટે ભારતીય ફૅશન બ્રાન્‍ડ ઈલેવન/ઈલેવન દ્વારા બનાવવામાં આવેલો કૉટન શર્ટ પહેર્યો હતો. આ શર્ટ પરંપરાગત ટાંગલિયા વણાટ તકનીકનો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવ્‍યો હતો. પ્રખ્‍યાત કોસ્‍ચ્‍યુમ ડિઝાઇનર જુલિયન ડે દ્વારા બ્રૅડ માટે પસંદ કરાયેલો આ શર્ટ, ગુજરાતના સુરેન્‍દ્રનગર જિલ્લાની એક ખાસ કલા સ્‍વરૂપની ઉત્‍કળષ્ટ કારીગરી દર્શાવે છે.  સુરેન્‍દ્રનગરના દેદાદરા, વસ્‍તાડી અને દેરવાડા જેવા ગામો ટાંગલિયા વણાટ માટે પ્રાથમિક કેન્‍દ્ર બન્‍યા છે. આ કળાનો ઉપયોગ હવે સાડીઓ, દુપટ્ટા, શર્ટ, કુર્તા સામગ્રી, ચાદર અને ઓશિકા કવર સહિત વિવિધ ઉત્‍પાદનો બનાવવા માટે પણ થાય છે

ફૅશન ડિઝાઇનર્સ મિયા મોરિકાવા અને હિમાંશુ શાહના ઈલેવન/ઈલેવન બ્રાન્‍ડ તેના ઓર્ગેનિક અપ્રોચ માટે પ્રખ્‍યાત છે. બ્રાન્‍ડ તેના કપડાં બનાવવા માટે સ્‍વદેશી કપાસ અને પર્યાવરણ માટે અનુકૂળ રંગ કરવાની પદ્ધતિનો ઉપયોગ કરે છે. બ્રૅડ પિટે પહેરેલા આ શર્ટને હાથથી કાંતેલા કપાસમાંથી બનાવવામાં આવ્‍યો હતો જે ખૂબ મહેનતથી હાથથી બનાવવામાં આવે છે. નેચરલ રંગોનો ઉપયોગ કરીને શર્ટને કલર કરવામાં આવ્‍યો હતો. કારીગરોની કુશળ ટીમ દ્વારા  ૯ કલાક અને ૨૦ મિનિટ સુધી સતત મહેનત કરી શર્ટ બનાવવામાં આવ્‍યો હતો.

ડિઝાઇનર જુલિયનડેએ  કહ્યું મેં આ શર્ટ જાણી જોઈને પસંદ કર્યો, કારણ કે તે ફિલ્‍મની થીમ માટે પરફેક્‍ટ હતો. શર્ટનો લાઇટ ઈન્‍ડિગો ટોન તેના પર અદભૂત લાગતો હતો. આ ભારતીય બ્રાન્‍ડ્‍સ જબરદસ્‍ત લોકપ્રિયતા મેળવી રહી છે.

કથા મુજબ સુરેન્‍દ્રનગરમાં ૭૦૦ વર્ષ પહેલાં ઉદ્ભવેલી, ટાંગલિયા હસ્‍તકલા એક પ્રેમકથામાંથી ઉભરી આવી હોવાનું કહેવાય છે. ભરવાડ સમુદાયના એક યુવાનને વણકર સમુદાયની એક યુવતી સાથે પ્રેમ થયો. વિરોધ છતાં, તેમણે લગ્ન કર્યા જેથી તેમને બહિષ્‍કળત કરવામાં આવ્‍યા. પોતાને ટકાવી રાખવા માટે, આ દંપતીએ વણાટ શરૂ કર્યો, જેના કારણે ટાંગલિયા હસ્‍તકલાનું નિર્માણ થયું. સમય જતાં, તેમના વંશજો, જેને ડાંગશિયા સમુદાય તરીકે ઓળખવામાં આવે છે, આ અનોખી કલા સ્‍વરૂપ માટે પ્રખ્‍યાત બન્‍યા.(૩૮.૯)

(10:23 AM IST)