<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th July 2025

‘વાળ કાપી નાખો અને શર્ટ અંદર કરી દો' કહેતા ગુસ્‍સે થયેલા બે વિદ્યાર્થીઓએ પ્રિન્‍સિપાલની હત્‍યા કરી

હરિયાણાના હિસારમાં ગુરુ પૂર્ણિમાના દિવસે એક ખાનગી શાળાના આચાર્યની બે વિદ્યાર્થીઓએ છરીના ઘા મારીને હત્‍યા કરી હોવાની ઘટના સામે આવી

નવી દિલ્‍હી, તા.૧૧: હરિયાણાના હિસારમાં ગુરુ પૂર્ણિમાના દિવસે એક ખાનગી શાળાના આચાર્યની બે વિદ્યાર્થીઓએ છરીના ઘા મારીને હત્‍યા કરી હોવાની ઘટના સામે આવી છે. પ્રિન્‍સિપાલે તેને ફક્‍ત વાળ કાપવા અને શર્ટ અંદર કરી પહેરાવવા કહ્યું હતું. પોલીસે જણાવ્‍યું હતું કે આરોપી વિદ્યાર્થીઓએ પ્રિન્‍સિપાલ પર એક વાર નહીં પરંતુ ઘણી વાર છરીના ઘા કર્યા હતા, જેના કારણે તે ખૂબ જ લોહીલુહાણ થઈ ગયા હતા

આચાર્યને ખાનગી હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા. અહીં ડોક્‍ટરોએ તેમને મળત જાહેર કર્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રિન્‍સિપાલે પહેલા પણ ઘણી વખત તે વિદ્યાર્થીઓને શિસ્‍તબદ્ધ રહેવાની ચેતવણી આપી હતી. હાંસી એસપી અમિત યશવર્ધને જણાવ્‍યું, ‘વિદ્યાર્થીઓને વાળ કાપવા અને શર્ટ પહેરવાનું કહેવામાં આવ્‍યું હતું.' ઘટના પાછળનું સાચું કારણ તેમની ધરપકડ થયા પછી જ ખબર પડશે.

એસપીએ જણાવ્‍યું કે યુનિટ ટેસ્‍ટ આપ્‍યા પછી, વિદ્યાર્થીઓ પ્રિન્‍સિપાલની ઓફિસે પહોંચ્‍યા અને કોઈ બહાનાથી તેમને ત્‍યાંથી જવા કહ્યું. છતાં તેઓ તેને એવી જગ્‍યાએ લઈ ગયા જ્‍યાં સીસીટીવી કેમેરા નહોતા. જ્‍યારે તે વિદ્યાર્થીઓ સાથે વાત કરી રહ્યો હતો, ત્‍યારે તેમાંથી એકે કથિત રીતે છરી કાઢી અને તેના પર અનેક વાર હુમલો કર્યો. એસપીએ જણાવ્‍યું કે ઘટનાસ્‍થળેથી એક છરી મળી આવી છે. આચાર્યને અનેક વાર છરા મારવામાં આવ્‍યા હતા. તેમણે વધુમાં જણાવ્‍યું કે હુમલા બાદ વિદ્યાર્થીઓ ફરાર છે. તેમણે એ પણ માહિતી આપી કે ફોરેન્‍સિક ટીમે ગુનાના સ્‍થળેથી પુરાવા એકત્રિત કર્યા છે.

પોલીસ અધિક્ષક અમિત યશવર્ધને જણાવ્‍યું હતું કે સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે અને અન્‍ય વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓને શોધી કાઢવા અને ધરપકડ કરવા માટે ચાર ટીમો બનાવવામાં આવી છે. શકય તેટલી વહેલી તકે તેની ધરપકડ કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર આરોપીઓ દ્વારા આપવામાં આવતી ધમકીઓ વિશે પૂછવામાં આવતા, એસપીએ કહ્યું કે તેમને શંકા છે કે હુમલાખોરો કોઈ ગેંગથી પ્રભાવિત હોઈ શકે છે.

(10:52 AM IST)