<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th July 2025

ફિ્‌લપકાર્ટ પર આજ રાતથી મહા સેલઃ ૮૫% સુધીની છૂટ મળશે

ફોનથી લઈને ઘરેલું ઉત્‍પાદનો સુધીની દરેક વસ્‍તુ પર છૂટ મળશે

નવી દિલ્‍હી તા.૧૧: ઈ-કોમર્સ પ્‍લેટફોર્મ ફિ્‌લપકાર્ટ પર  રાત્રે ૧૨ વાગ્‍યે એક મોટો સેલ શરૂ થવા જઈ રહ્યું  છે. આ સેલનું નામ  ફિ્‌લપકાર્ટ GOAT સેલ  છે. આ સેલનું બેનર સત્તાવાર પ્‍લેટફોર્મ પર લિસ્‍ટેડ કરવામાં આવ્‍યું છે, જ્‍યાં જણાવવામાં આવ્‍યું છે કે આ સેલ ૧૨ જુલાઈથી શરૂ થવાનો છે, જે ૧૭ જુલાઈ સુધી ચાલશે. હોમ યુટિલિટી વસ્‍તુઓ પર ૮૫% સુધીની છૂટ મળશે.

આ સેલ દરમિયાન સ્‍માર્ટફોન, હોમ એપ્‍લાયન્‍સિસ, કેમેરા, લેપટોપ, પાવર બેંક અને પ્રિન્‍ટર વગેરે ખરીદી શકાય છે.

તમે સેલ દરમિયાન બેંક ઑફર્સનો પણ લાભ લઈ શકો છો. અહીં તમે HDFC, IDFC અને Axis Bank કાર્ડનો ઉપયોગ કરવા પર ૧૦% સુધીની છૂટ મેળવી શકો છો, ત્‍યારબાદ તે પ્રોડક્‍ટની કિંમતમાં વધુ ઘટાડો થશે.

ફિ્‌લપકાર્ટના ટીઝરમાં બતાવવામાં આવ્‍યું છે કે  હેન્‍ડસેટ આકર્ષક કિંમતે ૬૦ હજાર રૂપિયામાં ખરીદી શકાય છે,  આ ફોન ગયા વર્ષે સપ્‍ટેમ્‍બરમાં ૭૯,૯૯૦ રૂપિયાની શરૂઆતની કિંમત સાથે લોન્‍ચ કરવામાં આવ્‍યો હતો.

ફિ્‌લપકાર્ટ પર ઘર વપરાશની વસ્‍તુઓ પર ૮૫%  તમે ઘરગથ્‍થુ વસ્‍તુઓ અને સફાઈ ઉત્‍પાદનો વગેરે સરળતાથી ખરીદી શકો છો. છત્રી પણ ખરીદી શકો છો.

ઘણા સાયબર સ્‍કેમર્સ ઓનલાઈન પ્‍લેટફોર્મ પર વેચાણ દરમિયાન પણ સક્રિય થઈ જાય છે. આવી સ્‍થિતિમાં, તેઓ નકલી સંદેશાઓ, ઇમેઇલ વગેરે દ્વારા બેંક એકાઉન્‍ટ્‍સ અથવા સોશિયલ મીડિયા એકાઉન્‍ટ્‍સ વગેરેને હેક કરી શકે છે. ઘણી વખત આ સંદેશાઓ લોકોને ૧ રૂપિયામાં સ્‍માર્ટફોન અથવા ૧ રૂપિયામાં ટીડબ્‍લ્‍યુ એસ વગેરેની લાલચ આપે છે અને પછી છેતરપિંડી કરે છે. તેનાથી ચેતતા રહેવું જરૂરી છે

(11:56 AM IST)