News of Friday, 11th July 2025
દહેરાદૂનમાં ૧૨૫ કિલો ‘મોતનો સામાન' જપ્ત : ત્રણની ધરપકડ
વિસ્ફોટકોના પરિવહન સંબંધિત દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ જતાં કાર્યવાહી કરાઇ :શું કાવડ યાત્રા દરમ્યાન ઉતરાખંડમાં મોટા વિસ્ફોટનું ષડયંત્ર હતું ?

સિમલા, તા.૧૧: શ્રાવણ મહિનાથી શરૂ થયેલી કાવડ યાત્રા વચ્ચે ઉત્તરાખંડથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં દેહરાદૂન પોલીસે ટયુનીમાં મોટી માત્રામાં વિસ્ફોટકો જપ્ત કર્યા છે. પોલીસને હિમાચલથી આવતા વાહનમાંથી આ વિસ્ફોટક મળી આવ્યો છે. તે પણ થોડું નહીં, પરંતુ ૧૨૫ કિલો. પોલીસને વાહનમાંથી ૧૨૫ કિલો ડાયનામાઇટ મળી આવ્યો છે. કાવડ યાત્રા શરૂ થયાના દિવસે જ આટલી મોટી માત્રામાં વિસ્ફોટકો મળી આવતા સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો છે.
ખરેખર, પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ દેહરાદૂન ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન પોલીસે હિમાચલ પ્રદેશ નંબરવાળી એક કારને ચેકિંગ માટે રોકી હતી, જેમાં ત્રણ લોકો સવાર હતા. પોલીસ તપાસ દરમિયાન, આ કારની અંદરથી ૧૨૫ કિલો ડાયનામાઇટ મળી આવ્યો હતો. વિસ્ફોટકો ઉપરાંત, ડેટોનેટર અને વાયર પણ મળી આવ્યા છે.
મળતી માહિતી મુજબ, આરોપીઓ ણ્ભ્ ૦૯ઘ્ ૯૭૮૮ નંબરની અલ્ટો કારમાં ૫ બોક્સમાં ડાયનામાઈટ લઈ જઈ રહ્યા હતા. રાજ્યમાં કાવડ યાત્રા ચાલી રહી છે અને પંચાયતની ચૂંટણીઓ પણ યોજાવાની છે, તેથી ત્યાં સઘન ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. મોડી સાંજે ટયુની પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે તે પકડાઈ ગયો હતો. ત્રણેય આરોપીઓની ઓળખ રિંકુ, રોહિત અને સુનીલ તરીકે થઈ છે, જે હિમાચલ પ્રદેશના રહેવાસી છે.
આટલી મોટી માત્રામાં વિસ્ફોટકો મળી આવ્યા બાદ પોલીસ ટીમ સતર્ક થઈ ગઈ અને તેમની પૂછપરછ કરી. જ્યારે આ લોકોને દસ્તાવેજો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ તેમને બતાવી શકયા નહીં. આ માહિતી તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવી હતી, ત્યારબાદ આ ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી. માહિતી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.
કાવડ યાત્રા શરૂ થતાં જ રાજ્યમાં આટલી મોટી માત્રામાં વિસ્ફોટકો મળી આવતા વહીવટીતંત્રની ઊંઘ ઉડી ગઈ છે. હજારો કાવડીઓ ગંગા જળ લેવા માટે હરિદ્વાર આવી રહ્યા છે. તેઓ કાવડને લેવા માટે ગોમુખ પણ જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, ઉત્તરાખંડ પોલીસ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસમાં લાગી ગઈ છે.
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
