<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th July 2025

હવે અદાણી ગ્રુપનો હેલ્‍થકેર ક્ષેત્રે ધમાકેદાર પ્રવેશ

રૂ.૬૦,૦૦૦ કરોડનું કરશે રોકાણ : હેલ્‍થકેર વેન્‍ચર ‘અદાણી હેલ્‍થકેર મંદિર' તરીકે ઓળખાશે :અમદાવાદ-મુંબઇમાં પ્રારંભે ૧૦૦૦ બેડની હોસ્‍પિટલ શરૂ થશે : ડીઝાઇન અમેરિકી ‘મોયો કલીનીક' સાથે મળી તૈયાર થશે

મુંબઇ, તા.૧૧: દેશના અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી હવે આરોગ્‍ય સંભાળ ક્ષેત્રમાં પણ પ્રવેશ કરી રહ્યા છે. તેમણે જાહેરાત કરી છે કે અદાણી પરિવાર હવે દેશની આરોગ્‍યસંભાળ વ્‍યવસ્‍થાને સુધારવા માટે આરોગ્‍યસંભાળ, શિક્ષણ અને કૌશલ્‍ય વિકાસ માટે અગાઉ જાહેર કરાયેલા રૂ.૬૦,૦૦૦ કરોડના રોકાણનો મોટો હિસ્‍સો રોકાણ કરશે.

આજે મુંબઈમાં દેશભરના સર્જનોને સંબોધતા ગૌતમ અદાણીએ કહ્યું કે ભારતમાં લોકોમાં કરોડરજ્જુની સમસ્‍યાઓ ઝડપથી વધી રહી છે અને કમરનો દુખાવો દેશમાં અપંગતાનું સૌથી મોટું કારણ બની ગયું છે. તેમણે કહ્યું, ‘જો આપણા લોકો ઉભા નહીં થઈ શકે, તો ભારત કેવી રીતે ઉભરી આવશે?'

અદાણી ગ્રુપ ‘અદાણી હેલ્‍થકે ટેમ્‍પલ્‍સ' નામની મોટી અને આધુનિક હોસ્‍પિટલો બનાવવાની યોજના ધરાવે છે, જેની શરૂઆત મુંબઈ અને અમદાવાદથી થશે. દરેક હોસ્‍પિટલમાં ૧૦૦૦ પથારી હશે અને તે સંપૂર્ણપણે AI (કળત્રિમ બુદ્ધિ) પર આધારિત હશે. આ પ્રોજેક્‍ટ માટે, અદાણી ગ્રુપે અમેરિકાના પ્રખ્‍યાત માયો ક્‍લિનિક સાથે ભાગીદારી કરી છે.

આ હોસ્‍પિટલો ફક્‍ત સારવાર માટે જ નહીં, પરંતુ તબીબી સંશોધન, અભ્‍યાસ અને તાલીમ પણ આ જ કેમ્‍પસમાં થશે. અદાણીએ જણાવ્‍યું હતું કે આ હોસ્‍પિટલોનો ઉદ્દેશ્‍ય હાલની આરોગ્‍યસંભાળ વ્‍યવસ્‍થા સાથે સ્‍પર્ધા કરવાનો નથી પરંતુ એવી જગ્‍યાએ કામ કરવાનો છે જ્‍યાં સુવિધાઓ હજુ સુધી ઉપલબ્‍ધ નથી.

ગૌતમ અદાણીએ કહ્યું, અમે આરોગ્‍યસંભાળ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો કારણ કે આ ક્ષેત્રમાં ગતિ પૂરતી નહોતી. આ માત્ર પરિવર્તન નથી, તે એક ક્રાંતિ છે. તેમણે તબીબી વ્‍યાવસાયિકોને આ મિશનમાં જોડાવા અપીલ કરી, પછી ભલે તે AI દ્વારા કરોડરજ્જુનું નિદાન કરવાનું હોય, મોબાઇલ ઓપરેશન થિયેટર બનાવવાનું હોય કે નવી પેઢીના સર્જિકલ સેન્‍ટરો બનાવવાનું હોય.

અદાણીએ જણાવ્‍યું હતું કે મુંબઈ અને અમદાવાદ પછી, આ હોસ્‍પિટલ ચેઇનને દેશના અન્‍ય શહેરોમાં વિસ્‍તળત કરવામાં આવશે. તેમણે કહ્યું કે તેમનો પ્રયાસ દેશમાં એવી આરોગ્‍ય વ્‍યવસ્‍થા બનાવવાનો છે જે સસ્‍તી, ટકાઉ અને ભવિષ્‍યમાં કોઈપણ મહામારી માટે તૈયાર હોય.

અત્‍યાર સુધી ઊર્જા અને માળખાગત સુવિધાઓમાં મુખ્‍ય ભૂમિકા ભજવનાર અદાણી ગ્રુપની આ નવી પહેલ દર્શાવે છે કે તેઓ હવે સમાજ પર સીધી અસર કરતા ક્ષેત્રોમાં પણ મોટા રોકાણો કરી રહ્યા છે. ગૌતમ અદાણીએ તેને ભારતના વિકાસની ‘કરોડરજ્જુ' ગણાવી અને કહ્યું કે તેમનો લક્ષ્ય આગામી પાંચ વર્ષમાં કુલ ઼૧૦૦ બિલિયન (લગભગ રૂ.૮.૩ લાખ કરોડ)નું રોકાણ કરવાનો છે.

(3:44 PM IST)